પબ્લિક રિવ્યૂ: રોમેન્ટિક ફિલ્મના શોખીનોને એકંદરે ગમી જાય તેવી ફિલ્મ

ફિલ્મમાં કાશ્મીરનાં લોકેશન્સ કમાલનાં છે તેમજ શૂટિંગ, ડિરેક્શન અને સિનેમેટોગ્રાફી કાબિલે તારીફ છે. ફિલ્મમાં અવિનાશ તિવારી, તૃપ્તિ ડમરીનો રોલ મજબૂત છે અને તેમણે ખરેખર સારી એક્ટિંગ કરી છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.
માનસી ઠક્કર, જોધપુર

ફિલ્મનું ડિરેક્શન સારું છે, સિનેમેટોગ્રાફી અને સ્ક્રીનપ્લે પણ સારાં છે. ફિલ્મમાં રોમેન્ટિક સીનના કેટલાક એવા શોટ્સ પણ છે, જેને જોઇને દિલ ખુશ થઇ જાય છે, જોકે ફિલ્મની સ્ટોરી ખૂબ નબળી છે, પરંતુ આજના પ્રેમીઓને ગમે તેવી ફિલ્મ છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ.
નિકિતા આસ્થાના, લો ગાર્ડન

ફિલ્મની સ્ટોરી થોડી વીક છે. ડિરેક્શન સારું છે તેમજ સિનેમેટ્રોગ્રાફીમાં શશાંક ભટ્ટાચાર્યએ શાનદાર રીતે કાશ્મીરની સુંદરતાને દેખાડી લવસ્ટોરીને રિયલ બનાવવાનું કામ કર્યું છે અને કાશ્મીરનાં લોકેશન્સ પણ તમને જોવાં ચોક્કસ ગમશે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.
હિતેશ પઢા‌િરયા

લૈલા મજનૂની જૂની સ્ટોરીને સિલ્વર સ્ક્રીન પર સારી રીતે દેખાડીને સા‌િજદ અલીએ ડિરેક્ટર તરીકે વખાણવાલાયક કામ કર્યું છે. ફિલ્મનાં સોન્ગ મને ખૂબ ગમ્યાં છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.
મીલી ચૌધરી, ઘાટલોડિયા

ફિલ્મમાં સાહ‌િસક લૈલા અને દીવાના મજનૂના રોલને શાનદાર રીતે તૈયાર કરવામાં આવ્યા છે તેમજ તમારી આજુબાજુ બનતી ઘટનાઓ પર પણ તમને વિચારવા માટે મજબૂર કરશે. આ ફિલ્મ જોવાની તમને મજા પણ આવશે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.
રાહુલ રાજપૂત, વસ્ત્રાપુર

અવિનાશ તિવારી અને તૃપ્તિ ડમરીની કે‌િમસ્ટ્રી ફિલ્મમાં જોવાલાયક છે. ફિલ્મનાં ગીતો બહુ જ પસંદ આવ્યાં છે. કાશ્મીરનાં લોકેશન સુંદર રીતે દર્શાવ્યાં છે. ફિલ્મમાં દરેક એક્ટરે પોતાના રોલને ખૂબ સારી રીતે નિભાવ્યો છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.
અ‌િભ ભોઈ, મણિનગર

You might also like