પબ્લિક રિવ્યૂ: રણબીર કપૂરે હકલાતા રોલમાં શાનદાર એકટિંગ કરી

ફિલ્મનું ડિરેક્શન ઘણું શ્રેષ્ઠ છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અને વિઝ્યુઅલ શાનદાર છે. ફિલ્મની ખૂબી એ પણ છે કે, બ્રેકઅપ પછી પણ રણબીર અને કેટરિનાની કેમિસ્ટ્રી ઘણી શાનદાર નજર આવી. ફિલ્મમાં દરેક એક્ટર પોત-પોતાના રોલને ખૂબ સારી રીતે નિભાવે છે..હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.જિનલ પટેલ, ગોતા

જગ્ગા જાસૂસ એ સંપૂર્ણ રીતે રણબીર કપૂર પર આધારિત ફિલ્મ છે,જેણે 18 વર્ષના બાળકની કમાલની એક્ટિંગ કરી છે. ખાસ કરીને હકલાતા રોલમાં ગાઈને પોતાની વાત રજૂ કરતી વખતે તે ઉમદા લાગે છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.
નિકિતા શાહ, વસ્ત્રાપુર

ફિલ્મનું ડિરેક્શન અનુરાગ બાસુએ કર્યું છે. જે ખરેખર કમાલનું છે. કેમેરાવર્ક અને વિઝ્યુઅલ શાનદાર છે. ફિલ્મનું લોકેશન સરસ છે. પરંતુ ફિલ્મની વાર્તા બોરિંગ છે, જેના લીધે ફિલ્મ ધીમી લાગે છે. હું આ ફિલ્મની સ્ટોરીને કારણે 2.5 સ્ટાર આપીશ.
રિદ્ધિ કંથારિયા, મણિનગર

ફિલ્મની નબળી કડી એની વાર્તા છે. ફિલ્મનો કોન્સેપ્ટ સારો છે પણ સ્ક્રીન પ્લે બહુ નબળો છે. ફિલ્મના મોટેભાગના ડાયલોગ્સ ગીતની જેમ છે, જે તેને અન્ય ફિલ્મ કરતાં અલગ બનાવે છે.હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ. જિજ્ઞેશ પટેલ, નવા નરોડા

ફિલ્મમાં રણબીરે શાનદાર એક્ટિંગ કરી છે. કેટરિના ઠીકઠાક છે. ફિલ્મમાં રણબીર-કેટરિનાની કેમિસ્ટ્રી મસ્ત લાગે છે. રણબીરના પિતા બનેલા શાશ્વત ચેટર્જીની એક્ટિંગ ઉમદા છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી છે. હું આ ફિલ્મને 2-5 સ્ટાર આપીશ. જિગર પ્રજાપતિ, ક્રિષ્ણાનગર

ફિલ્મનાં ઘણાં બધા સોંગ્સ અરિજિતસિંહના અવાજમાં છે. ‘ગલતી સે મિસ્ટેક’, ‘દિલ ઉલ્લુ કા પઠ્ઠા હૈ’ સોન્ગ ઘણાં પસંદ આવ્યાં. ફિલ્મમાં રણબીરે વખાણવાલાયક એક્ટિંગ કરી છે.હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ. નિકુલ પ્રજાપતિ, ઇસનપુર
http://sambhaavnews.com/

You might also like