પબ્લિક રિવ્યૂ: અર્જુન અને શ્રદ્ધાની કેમેસ્ટ્રી સારી પણ ફિલ્મ ઠીક ઠીક

‘હાફ ગર્લફ્રેન્ડ’ ફિલ્મનાં લોકેશન્સ કમાલનાં છે તેમજ શૂટિંગ, ડિરેક્શન અને સિનેમેટોગ્રાફી કાબિલે તારીફ છે. ફિલ્મમાં અર્જુન અને શ્રદ્ધાની કે‌િમસ્ટ્રી હિટ છે અને તેમણે ખરેખર સારી એક્ટિંગ કરી છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.જય સંઘાણી, બોડકદેવ

‘હાફ ગર્લફ્રેન્ડ’માં ઇમોશન, ડ્રામા, રોમાન્સનું પરફેક્ટ કોમ્બિનેશન છે. ફિલ્મનાં કેટલાંક પાત્રોનું કાસ્ટિંગ સારું હોત તો ફિલ્મ વધારે મજેદાર બની શકી હોત. હું આ ફિલ્મને સ્ટોરીના કારણે 2.5 સ્ટાર આપીશ.અનોપ માલીવાડ, વસ્ત્રાપુર

ફિલ્મની સ્ટોરી જેમ આગળ વધે છે તેમ કંટાળાજનક લાગે છે. ચેતન ભગતની નોવેલને ફિલ્મમાં તબદીલ કરવામાં આવી, પરંતુ આ ફિલ્મ તે લેવલની બની શકી નથી. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ.રવિ ભોઈ, વાડજ

ફિલ્મની સ્ટોરી થોડી વીક છે, ડિરેક્શન સારું છે તેમજ સિનેમેટ્રોગ્રાફી પણ ઠીક લાગે છે . લોકેશન્સ તમને જોવાં ચોક્કસ ગમશે. તમામ ફિલ્મ સ્ટાર્સે એક્ટિંગ ઠીક કરી છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.કમલેશ બિશ્નોઈ, ચાંદલોડિયા

ફિલ્મની સ્ટોરી નબળી છે. અર્જુન કપૂરની એક્ટિંગ સારી છે, તેની સ્ટાઈલ રોલ પ્રમાણે પરફેક્ટ છે. અર્જુનના મિત્રના રૂપમાં વિક્રાંત મેસ્સીની એક્ટિંગ સારી છે. શ્રદ્ધાની એક્ટિંગ વખાણવાલાયક છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.મશાદ કોઠારી, જુહાપુરા

શ્રદ્ધા કપૂર ફિલ્મમાં સુંદર લાગે છે, પરંતુ તેના પર્ફોર્મન્સમાં ગંભીરતાનો અભાવ છે. ‘ફિર ભી તુમ કો ચાહુંગા’ સૌથી સારું સોંગ છે. બાકીનાં સોંગ્સ ઠીક છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.રિશપ પટેલ, નવરંગપુરા
http://sambhaavnews.com/

You might also like