પબ્લિક રિવ્યૂ: ‘કોફી વિથ ડી’ સાવ ફિક્કીફસ!

ફિલ્મનું ડિરેક્શન ઠીકઠાક છે. ફિલ્મની સ્ટોરી ચવાયેલી અને નબળી લાગે છે, જેને વધુ સારી બનાવી શકાઇ હોત. સુનીલ ગ્રોવરની એક્ટિંગ ફિલ્મમાં વધુ પસંદ પડશે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.
જતીન પારગી, બોપલ

આ ફિલ્મ એક પત્રકારની કહાણી છે, જે પત્રકાર દાઉદ ઇબ્રાહીમનો ઇન્ટરવ્યૂ લે છે. ફિલ્મમાં પત્રકારનો રોલ સુનીલે નિભાવ્યો છે. ફિલ્મની સ્ટોરી અને અન્ય કલાકારોનો અભિનય પણ સારો છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.
કલ્પેશ પ્રજાપતિ, ઘાટલોડિયા

ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે સાવ નબળાે લાગે છે, જેના પર જો વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હોત તો મજેદાર ફિલ્મ બની હોત. ફિલ્મમાં સુનીલ ગ્રોવરની એક્ટિંગ જોરદાર છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.
મહેન્દ્ર પંચાલ, થલતેજ

ફિલ્મનો સેકન્ડ હાફ તમને થોડો ધીમો લાગશે, કારણ કે સેકન્ડ હાફમાં ધીરે-ધીરે સસ્પેન્સ સામે આવે છે. સુનીલે તેની ભૂમિકા બહુ સારી રીતે નિભાવી છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.
નિર્મલ ચૌહાણ, નરોડા

સુનીલ ગ્રોવર ન્યૂઝ એન્કરના રોલમાં ફિટ બેસે છે. ફિલ્મમાં ડોનના રોલમાં ઝાકિર હુસેન અને તેના સાથીદાર તરીકે પંકજ ત્રિપાઠીએ પણ સારી એક્ટિંગ કરી છે. ફિલ્મ જોવાની મજા આવશે. હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ.
રિંકલ પટેલ, શાસ્ત્રીનગર

ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સ્કોર અને મ્યુઝિક સારાં આપવામાં આવ્યાં છે તેમજ સેકન્ડ હાફમાં સુનીલનો ડોન સાથેનો ઇન્ટરવ્યૂ દર્શાવાયો છે. આ ઇન્ટરવ્યૂના ડાયલોગ્સ સારી રીતે લખાયા છે. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.
રવિરાજ પટેલ, શાસ્ત્રીનગર

You might also like