પબ્લિક રિવ્યૂ : BFG: મોટેરાઅોને પણ મજા પડે એવી ફિલ્મ

ડિરેક્ટર સ્ટીવન સ્પીલબર્ગે સુંદર ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં અનાથ આશ્રમમાં એક સોફી નામની છોકરી રહેતી હોય છે, તેને ઊંઘ નથી આવતી અને તે સપનું જુએ છે અને મનમાં અજીબોગરીબ દુનિયાની કલ્પના કરે છે. આ ફિલ્મમાં સોફીએ બેસ્ટ એક્ટિંગ કરી છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.
નિશા શાહ, સેટેલાઈટ

આ રોલ્ડ ડાલની ૧૯૮રની બાળકોનાં પુસ્તકો પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં સોફી અને બીએફજી બંનેની દોસ્તી દર્શાવાઇ છે, જે સોફીને રોમાંચિત દુનિયામાં લઇ જાય છે. ફિલ્મ સિનેમેટોગ્રાફીનું કામ સારું છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
રીપલ શાહ, ઈસનપુર

આ ફિલ્મની સ્ટોરી સોફીની છે, જેની બીએફજી નામના એક સારા મોન્સ્ટર સાથે મિત્રતા થઇ જાય છે. તે માનવીય દુનિયા પર હુમલો કરનાર આદમખોર, દુષ્ટ મોન્સ્ટરને પકડવા માટેની રોમાંચક યાત્રામાં નીકળી પડે છે. આ ફિલ્મ વિઝ્યુઅલમાં ઇફેક્ટ્સ ટેક્નોલોજી સાથે થ્રી-ડાઇમેન્શનલ (થ્રીડી) બનાવવામાં આવી છે. ફિલ્મની સ્ટોરી અને ઈફેક્ટ્સના કારણે ચાર સ્ટાર આપીશ.
ઇશિતા શાહ, સેટેલાઇટ

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને બીએફજીનો અને પ‌િરણી‌િત ચોપરાએ સોફીનો અવાજ આપ્યો છે. બંનેનો અવાજ દર્શકોને પસંદ આવે તેવો છે. આ ફિલ્મ બાળકો તેમજ ફેમિલી સાથે જોવા જેવી છે. હું આ ફિલ્મને ૪.પ સ્ટાર આપીશ.
બીજલ શાહ, સેટેલાઈટ

ફિલ્મ અનિમેશન ઈફેક્ટના કારણે જોવાની મજા આવે છે. ફિલ્મ ડિરેક્ટરનું અદ્ભુત કામ છે તેમજ ફિલ્મમાં સાઉન્ડ ઈફેક્ટ પણ કાબિલે તારીફ છે. સોફી તેમજ બીએફજીનું બેસ્ટ પર્ફોર્મન્સ છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
મેહુલ શ્રીમાળી, ઘાટલોડીયા

આ ફિલ્મમાં કેમેરા, સાઉન્ડ તેમજ એનિમેશનનું કામ લાજવાબ છે. ફિલ્મમાં કલ્પના ના કરી શકાય તેવું દર્શાવવામાં આવ્યું છે. ટેક્નોલોજીનું કામ પણ જોરદાર છે. આ ફિલ્મ બાળકોને પણ ખૂબ ગમશે. હું આ ફિલ્મને ૪.પ સ્ટાર આપીશ.
ધાર્મિક ઠાકોર, સાબરમતી

You might also like