પબ્લિક રિવ્યૂ : બેઈમાન લવ

ફિલ્મનો પહેલો હાફ ખૂબ જ સીધો છે, પરંતુ બીજો હાફ થોડો બોર કરી નાખે તેવો છે. ફિલ્મના નિર્દેશન પર થોડું વધારે ધ્યાન આપવું જોઈતું હતું. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર ઘણો જ સારો છે. ફિલ્મમાં દરેક એક્ટર પોતપોતાના રોલને ખૂબ સારી રીતે નિભાવે છે. હું આ ફિલ્મને 2 સ્ટાર આપીશ.
નીતિન પટેલ, બોપલ

સની લિયોન પોતાની છબી બદલવા માટે ફિલ્મમાં ખૂબ જ મહેનત કરી રહી છે, પરંતુ તે એક જ પ્રકારની ફિલ્મો કરી રહી છે. સની લિયોને સમજવું પડશે કે બોલિવૂડ તેને બેવકૂફ બનાવીને પોતાનો ધંધો ચલાવી રહ્યું છે. હું આ ફિલ્મને 2 સ્ટાર આપીશ.
વ્રજ દાણી, થલતેજ

ફિલ્મની નબળી કહાણી, કમજોર નિર્દેશન, સની લિયોનની એક્ટિંગ ઠીકઠાક છે. આ બધું જ તમને બોર કરી નાખશે. ફિલ્મને એક દમદાર સ્ટારકાસ્ટની જરૂરિયાત હતી. ફિલ્મની સ્ટોરીના કારણે 2 સ્ટાર આપીશ.
એજાઝ ભૂરા, જમાલપુર

ફિલ્મની નબળી કડી એની વાર્તા છે. ફિલ્મનો કોન્સેપ્ટ સારો છે, પણ સ્ક્રીનપ્લે બહુ નબળું છે. ઇન્ટરવલ પછી તો ફિલ્મ સદંતર બોરિંગ લાગે છે. ફિલ્મ આના કરતાં પણ સારી બની શકતી હોત. એક વાર પણ ફિલ્મ ન જોઈ શકાય. હું આ ફિલ્મને 2 સ્ટાર આપીશ.
અંકિત પટેલ, જોધપુર

ફિલ્મમાં કહાણીના નામ પર કંઈ જ નથી. કપડા િસવાય ખાસ કંઈ નવીનતા નથી. સની લિયોન પર ફોકસ કેમેરા અને તેનાં ટૂંકાં કપડાં. ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી છે. હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ.
અજય પટેલ, નવરંગપુરા

ફિલ્મનું ડિરેકશન ઠીક છે. આ ફિલ્મ વિશે કહીએ તો તે સની લિયોનની જૂની ફિલ્મો જેવી જ છે. લવ, સેક્સ ઔર ધોખા પર જ ફિલ્મો બને છે અને ‘બેઈમાન લવ’ પણ કોઈ અલગ પ્રકારની ફિલ્મ નથી. સની લિયોન ફિલ્મમાં હોટ લાગે છે. હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ.
અર્પિત જોશી, ગોતા

You might also like