પબ્લિક રિવ્યૂ : વિદ્યાના અભિનય માટે જોવા જેવી ફિલ્મ

‘બેગમ જાન’ ફિલ્મની સ્ટોરી સારી છે. તમામ હીરોઇનની એક્ટિંગ સારી છે. મ્યુઝિક ઠીક છે.નસીરુદ્દીન શાહનો નાનો રોલ સારો છે. ફિલ્મમાં ક્યાંય પણ કંટાળો આવતો નથી. આ ફિલ્મ એક વાર તો જોવી જ જોઇએ. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.
દક્ષેશ પંડ્યા, ગોતા

ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી છે. વિદ્યાએ બેગમનો રોલ ખૂબ સારી રીતે નિભાવ્યો છે અને તેના ડાયલોગ્સ કે જેમાં ઘણી ગંદી ભાષાનો ઉપયોગ કરાયો છે તેના પર સીટીઓ વાગે છે. ફિલ્મમાં દરેક કલાકારે એક્ટિંગ સારી કરી છે.  હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.
હિમાંશુ ચૌધરી, ઘાટલોડિયા

ફિલ્મમાં વિદ્યા બાલનનું કામ ઘણું સારું છે. ફિલ્મની સ્ટોરી જકડી રાખે છે. ફિલ્મમાં ક્યાંય કંટાળો આવતો નથી. દર્શકો વિદ્યાને બેગમજાન તરીકે ખૂબ પસંદ કરશે અને ફિલ્મની વાર્તા પણ તેમને ગમશે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ. ચિરાગ જોશી, નારણપુરા

‘બેગમ જાન’ સાથે આ ફિલ્મમાં વેશ્યાલયમાં અન્ય 10 મહિલાઓ અને 2 પુરુષો હોય છે. આમ તો બેગમ જાન અને આ 12 લોકોના સંઘર્ષની વાત કહેવામાં આવી છે. ફિલ્મના સંવાદ પણ સારા છે. હું આ ફિલ્મ 3.5 સ્ટાર આપીશ.
અજય પ્રજાપતિ, થલતેજ

‘બેગમ જાન’માં ઘણું એવું છે, જે તમને વિચારવા માટે મજબૂર કરી દે છે. ફિલ્મમાં બેગમના રોલમાં વિદ્યા ફિટ થાય છે. ફિલ્મના સંવાદ પણ સારા છે. આ ફિલ્મના કેરેક્ટર્સને હજુ વધારે સારા બનાવી શકાયા હોત. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
નીલેશ નિકમ, ચાંદખેડા

‘બેગમ જાન’માં સુંદર બેકગ્રાઉન્ડ સ્કોર, જબરદસ્ત ડાયલોગ, ખાસ કરીને વેશ્યાવૃત્તિની ગંભીરતા અને કહાણી બધું ખૂબ જ સુંદર રીતે રજૂ કરાયું છે. વિદ્યા બાલન તેમજ અન્ય કલાકારોએ પણ પોતાના કિરદારમાં શ્રેષ્ઠ અભિનય આપ્યો છે. હું આ ફિલ્મને 3-5 સ્ટાર આપીશ.
મૂકેશ પ્રજાપતિ, ઘાટલોડિયા
http://sambhaavnews.com/

You might also like