પબ્લિક રિવ્યૂ: હોલિવુડને ટક્કર આપે તેવી ફિલ્મ

‘બાહુબ‌િલ-2: ધ કન્ક્લુઝન’ના મોટા સેટ, સાઉન્ડ, એડિટિંગ, સિનેમેટોગ્રાફી તથા સૌથી મહત્ત્વના સ્ક્રીનપ્લેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. સ્ટોરી, ડાયલોગ, મ્યુઝિક માઈન્ડબ્લોઈંગ છે. ફિલ્મમાં પ્રભાસે સખત મહેનત કરી છે. આ ફિલ્મ બધાંને ખૂબ જ પસંદ પડશે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
ખુશબૂ પટેલ, મણિનગર

‘બાહુબ‌િલ-2: ધ કન્ક્લુઝન’માં રાણા દગ્ગુબાટી તથા પ્રભાસે આઉટસ્ટેન્ડિંગ પર્ફોર્મન્સ આપ્યું છે અને શિવગામી સાઇડ રોલમાં છે તેમ છતાંય તે ફિલ્મમાં છવાઈ ગઇ છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.વૈશાલી મિસ્ત્રી, મણિનગર
ડાયરેક્ટર રાજામૌ‌િલએ જે સ્ટાઇલથી આખી સ્ટોરી કહી છે તે સ્ટાઇલ કોઈ પણ ભારતીય ડાયરેક્ટર પાસે નથી. તેમણે માત્ર વાર્તા જ નથી કહી, પરંતુ સુપર્બ રીતે ફિલ્મને સ્ક્રીન પર રજૂ કરી છે. હું આ ફિલ્મને 4.5 સ્ટાર આપીશ.
નિશા શાહ, સેટેલાઈટ

ફિલ્મનાં ડિરેક્શન-લોકેશન્સ અને કેમેરા વર્ક કમાલનાં છે ‘બાહુબ‌િલ-2: ધ કન્ક્લુઝન’ના કેટલાક સીન એવા છે, જેના પર ખૂબ જ તાળીઓ પણ પડી હતી. બધાંને તેના સીન જોઈને મજા આવી. હું ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
શૈફાલી દીક્ષિત, વસ્ત્રાપુર

‘બાહુબ‌િલ-2: ધ કન્ક્લુઝન’ની સ્ટોરી જોરદાર છે. ડાયરેક્ટર તથા પ્રભાસ અને તમન્ના ભાટિયાએ ખૂબ સારું કામ કર્યું છે, તેનાં એક્શન-મ્યુઝિક મને પસંદ આવ્યાં. ફિલ્મ સારી સ્ટોરીના કારણે પણ ખૂબ કમાણી કરશે અને રેકોર્ડ તોડશે. આ‌ ફિલ્મ એક વાર નહીં પણ અનેક વાર જોવા જેવી છે. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.
દીપલ ત્રિવેદી, રિલીફરોડ

પ્રભાસ અને રાણા દગ્ગુબાટીનું પર્ફોર્મન્સ ઘણું શાનદાર છે. મેં આ ફિલ્મનો પહેલો ભાગ જોયો અને તેમાં કટપ્પાએ બાહુબ‌િલને કેમ માર્યો? તેનો જવાબ ‘બાહુબ‌િલ-2: ધ કન્ક્લુઝન’ જોઈને મને મળી ગયો. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.
રિદ્ધિ કંથારિયા, મણિનગર

ફિલ્મમાં પ્રભાસની એન્ટ્રી પણ ખૂબ જ ધમાકેદાર રીતે કરવામાં આવી છે. પ્રભાસની જેવી એન્ટ્રી થઈ કે લોકો ચિચિયારીઓ પાડે છે. તમામ કલાકારોએ સુપર્બ એક્ટિંગ કરી છે અને હો‌િલવૂડને ટક્કર આપે તેવી આ ફિલ્મ છે. હું આ ફિલ્મને 4.5 સ્ટાર આપીશ.
અભય ત્રિવેદી, ગાંધીનગર

ફિલ્મનાં સિનેમેટોગ્રાફી અને લોકેશન્સ કમાલનાં છે, જે ખરેખર જોવાલાયક છે. ખાસ રીતે રાજામૌ‌િલએ જે રીતે સ્ટોરી બતાવી છે તે કમાલની છે. પ્રભાસ અને રાણાએ લાજવાબ પર્ફોર્મન્સ આપ્યું છે. તમન્ના ભાટિયા અને સત્યરાજનું કામ પણ અફલાતૂન છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ
ઉર્વિક મહેતા, બોપલ

You might also like