પબ્લિક રિવ્યૂ : બાર બાર દેખો

ફિલ્મનો પહેલો હાફ ખૂબ જ સીધો છે. પરંતુ બીજો હાફ થોડો બોર કરી નાખે તેવો છે. ફિલ્મનાં નિર્દેશન પર થોડું વધારે ધ્યાન આપવું જોઈતું હતું. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર ઘણો જ સારો છે.ફિલ્મમાં દરેક એક્ટર પોત-પોતાના રોલને ખૂબ સારી રીતે નિભાવે છે..હું આ ફિલ્મને 2-5 સ્ટાર આપીશ.
જિના મિશ્રા, ગોતા

નિત્યા મહેરાનું નિર્દેશન ખૂબ નબળું છે. ફિલ્મનો સેકન્ડ હાફ કંટાળાજનક છે. કેટરીના અને સિદ્ધાર્થના ફેન છો તો તમને આ ફિલ્મ ગમશે. બાકી પૈસા વસૂલ ફિલ્મ નથી. શૂટિંગનાં લોકેશન્સ કમાલનાં છે. હું આ ફિલ્મને 2 સ્ટાર આપીશ.
રીતુ આચાર્ય, સાયન્સ સિટી

ફિલ્મની નબળી કહાણી, કમજોર નિર્દેશન, કેટરીનાની કમજોર એક્ટિંગ. આ બધું જ તમને બોર કરી નાખશે. ફિલ્મને એક દમદાર સ્ટારકાસ્ટની જરૂરિયાત હતી.ફિલ્મની સ્ટોરીના કારણે 2 સ્ટાર આપીશ.
રિદ્ધિ રાવલ, બોપલ

ફિલ્મની નબળી કડી એની વાર્તા છે. ફિલ્મનો કોન્સેપ્ટ સારો છે પણ સ્ક્રીન પ્લે બહુ નબળો છે. ઇન્ટરવલ પછી તો ફિલ્મ સદંતર બોરિંગ લાગે છે . ફિલ્મ આનાં કરતાં પણ સારી બની શકતી હોત. એક વાર પણ ફિલ્મ ન જોઈ શકાય.હું આ ફિલ્મને 2 સ્ટાર આપીશ.
વિવેક મહેતા, નવા નરોડા

અન્વિતા દત્તે લખેલા ડાયલોગ્સ સારા છે પણ ફિલ્મમાં સારા લોકેશન અને એકાદ સારા ગીત સિવાય કંઈ જ નથી અને ફિલ્મમાં તમને કંટાળો આવવા લાગે છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી છે. હું આ ફિલ્મને 2-5 સ્ટાર આપીશ.
આશુતોષ પટેલ, ક્રિષ્ણાનગર

ફિલ્મનું ડિરેક્શન ઠીક છે. ફિલ્મનાં કાલા ચશ્માં ગીત છોડીને સંગીત સારું છે.સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેટરીનાની એકટિંગ સારી છે.કેટરીના ફિલ્મમાં હોટ લાગે છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.
કશ્યપ શેઠ, ઇસનપુર

You might also like