પબ્લિક રિવ્યૂ: એક્શનના ચાહકોને જ ગમે તેવી મસાલા ફિલ્મ

મિલન લુથરિયાનું ડિરેક્શન સારું છે.ફિલ્મની સિનેમેટોગ્રાફી, કેમેરાવર્ક ઉત્તમ છે. ફિલ્મમાં ખજાનાની ચોરીની સિક્વન્સ શાનદાર રીતે બતાવવામાં આવી છે. ડાયલૉગ દમદાર છે, હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.પુનિત પંડ્યા, નહેરુનગર
ફિલ્મનું ડિરેક્શન જબરદસ્ત છે. અજય દેવગણની એક્ટિંગ જબરદસ્ત છે. ઇમરાન હાશ્મીની હાજરી ફિલ્મને વધારે સારી બનાવે છે. ઇલિયાના ડી ક્રૂઝ મહારાનીના કેરેક્ટરમાં સરસ લાગે છે, હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.જોયેબ ખેડાપાવાલા, સરખેજ

ફિલ્મમાં રાજસ્થાનનાં રણને એટલું તો જબરજસ્ત બતાવ્યું છે.ફિલ્મનાં કેટલાંક સીન ખૂબ દમદાર છે. ઈશા ગુપ્તા ,વિદ્યુત જામવાલ અને સંજય મિશ્રાનું કામ સારું છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.ચકાભાઇ ડામોર, બોપલ
બાદશાહોમાં ભરેલી ટ્રકની ચોરી કરવાની હોય છે. આ સમયે સ્ટોરીમાં કેટલાય ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે છે.એક્શન સિનને સારી રીતે કોરિયોગ્રાફ કરવામાં આવ્યાં છે. ફિલ્મ પ્રેમ,ધોખા અને એક્શનથી ભરપૂર છે હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.ગજેન્દ્ર માલ, થલતેજ

અજય દેવગણ અને એશા ગુપ્તાએ દમદાર એક્ટિંગ કરી છે. ઈમરાન હાશ્મી અલગ જ અંદાજમાં જોવા મળ્યો છે.’મેરે રશ્કે કમર સોંગ સુપર્બ છે. સની લિયોનનું આઈટમ સોંગ અદ્દભુત છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશજય પટેલ, પ્રહ્લાદનગર

બાદશાહોમાં ડાયલૉગ દમદાર છે, ફિલ્મ પછી પણ તે યાદ રહી જાય તેવા છે. પરંતુ ફિલ્મની વાર્તા નબળી છે. ફિલ્મ ઘણી જ ધીમે ચાલે છે, જેને કારણે કંટાળો આવવા લાગે છે.અજય દેવગણ અને ઇમરાન હાશ્મીનો રોલ સારો છે હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.રિંકલ પટેલ, શિવરંજની

You might also like