પબ્લિક રિવ્યૂ: જકડી રાખતી સ્ટોરી લાઈન, અદ્દભૂત અભિનયવાળી ફિલ્મ

ફિલ્મમાં દરેક એક્ટર પોતપોતાના રોલને ખૂબ સારી રીતે નિભાવે છે. શરમન જોશી, મસુમેહ માખીજા, અંકિત રાઠી પોતાના રોલમાં જામે છે અને તેમણે ખૂબ સારી એક્ટિંગ કરી છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.ચન્દ્રકાન્ત માયાવંશી , હીરાવાડી

ફિલ્મમાં એક સોસાયટીમાં બનતી ઘટનાઓને દર્શાવાઇ છે અને વાર્તાને પોતાનો ટચ આપી લોકો સમક્ષ રજૂ કરાઇ છે તમે સિરિયસ ફિલ્મના શોખીન છો તો આ ફિલ્મ ગમશે. શૂટિંગનાં લોકેશન્સ કમાલનાં છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશવેદાંત પટેલ, હીરાવાડી

ફિલ્મના ડાયલોગ ખૂબ જ સુંદર છે. મ્યુઝિક પણ પસંદ પડશે, ઈન્ટરવલ પહેલા ફિલ્મ ટ્રેક પર ચાલે છે જે પછી ક્યાંક ફિલ્મની સ્ટોરીની ગતિ ધીમી કરે છે. કેટલાક પંચ એવા છે, જે તમને લાંબા સમય સુધી યાદ રહેશે. હું ફિલ્મની સ્ટોરીના કારણે ર.પ સ્ટાર આપીશ.અજિત બારિયા, થલતેજ

ડાયરેક્ટર અર્જુન મુખર્જીએ પૂરી કોશિશ કરી છે, પરંતુ કહાણી કેટલીક જગ્યાએ ઢીલી પડી જાય છે. ફિલ્મ આના કરતાં પણ સારી બની શકી હોત.ફિલ્મમાં શરમન જોશીની એક્ટિંગ જબરજસ્ત છે એક વાર આ ફિલ્મ જોઈ શકાય હું આ ફિલ્મને બે સ્ટાર આપીશ.ભાવિન પંચાલ, સોલા

ફિલ્મમાં એકટિંગ , સ્ક્રીન પ્લે, ડાયરેક્શન, એડિટિંગ વગેરે જેવાં ફિલ્મનાં તમામ પાસાં ઉત્તમ છે. ફિલ્મનાં જેટલાં વખાણ કરવામાં આવે એટલાં ઓછાં છે. લાંબા બ્રેક બાદ રેણુકા ફિલ્મી પરદે જોવા મળી છે હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ.સુનીલ પરમાર, શિવરંજની

ફિલ્મનું ડિરેક્શન વખાણવાલાયક છે. ફિલ્મમાં શરમન જોશી,અંકિત રાઠી, આયેશા અહમદ બધાનું કામ સુંદર છે. સોસાયટીમાં બનતી ઘટનાઓને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ કમાલની છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.સંજય ભૂરિયા, બોપલ

You might also like