પબ્લિક રિવ્યૂ: શ્રીદેવીની પાવરપેક્ડ એક્ટિંગ

‘મોમ’ ફિલ્મનું ડાયરેક્શન ખૂબ જ કમાલનું છે. શ્રીદેવીની એક્ટિંગ અને તેના ડાયલોગ સાથે પંચલાઈન ખૂબ ગમી તેમજ સજલ અલીએ પણ વખાણવાલાયક કામ કર્યું છે. અભિનયના હિસાબે ફિલ્મ ખૂબ જ સારી છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.કોમલ શાહ, વસ્ત્રાપુર

ફિલ્મની સ્ટોરીમાં ઘણા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે. ડાયરેક્ટર રવિ ઉદયાવરના ડાયરેક્શન સાથે સિનેમેટોગ્રાફી પણ ખૂબ જ સરસ છે. ફિલ્મની સ્ટોરીલાઈન અને અન્ય કલાકારોના અભિનય પણ બેસ્ટ છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.મેઘા પટેલ, સાયન્સ સિટી

‘મોમ’માં શ્રીદેવીની એક્ટિંગ શ્રેષ્ઠ છે. શ્રીદેવીએ માતા અને વાઈફનો રોલ ઘણી સારી રીતે પ્લે કર્યો છે. તેની સાથે-સાથે નવાઝુુદ્દીન સિદ્દિકીની એક્ટિંગ પણ દમદાર છે. અક્ષય ખન્નાની ભૂમિકા ગજબ અને દિલચસ્પ છે. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.પાયલ બરંડા, રાણીપ

‘મોમ’ ફિલ્મનો સેકન્ડ હાફ તમને થોડો ધીમો લાગશે, કારણ કે સેકન્ડ હાફમાં ધીરે-ધીરે સસ્પેન્સ સામે આવે છે. ફિલ્મમાં સજલ અલીએ દીકરીના રોલમાં સારું કામ કર્યું છે. નવાઝુદ્દીન સિદ્દિકીની એક્ટિંગ અને સ્ટાઇલ લાજવાબ છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.દીપલ શાહ, સેટેલાઇટ

આ ફિલ્મમાં શ્રીદેવીની પુત્રીના રોલમાં સજલ અલીએ બહુ સારી એક્ટિંગ કરી છે. નવાઝુદ્દીન સિદ્દિકીનું પર્ફોર્મન્સ ફિલ્મમાં શાનદાર છે. ફિલ્મમાં ઘણાં સસ્પેન્સ છે. ફિલ્મ જોવાની મજા આવશે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.ધ્રુવી શાહ, વસ્ત્રાપુર
‘મોમ’ ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સ્કોર અને મ્યુઝિક સારાં આપવામાં આવ્યાં છે. નવાઝુદ્દીન સિદ્દિકીની એક્ટિંગ અને સ્ટાઇલ લાજવાબ છે. તે ગંભીર હોવાની સાથે હસાવે પણ છે. ફિલ્મમાંથી એક સારો મેસેજ મળે છે. હું આ ફિલ્મને
4 સ્ટાર આપીશ. હર્ષિલ પ્રજાપતિ, મણિનગર
http://sambhaavnews.com/

You might also like