પબ્લિક રિવ્યૂ: જેકી ચેન, કુંગ ફૂના ચાહકોને ગમે તેવી એક્શન કોમેડી

ફિલ્મનું ડિરેક્શન જબરદસ્ત છે. એક્શન સિક્વન્સ અને લોકેશન્સ કમાલનાં છે. અઘરા સીન્સ માટે સિનેમેટોગ્રાફર્સની પણ પ્રશંસા કરવી પડશે. તેમણે ખૂબ સારી રીતે ફિલ્મને શૂટ કરી છે. જેકી ચેનના ઘણા એક્શન સિક્વન્સ પસંદ આવશે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
રોનક પટેલ, બોપલ

ફિલ્મમાં જેકી ચેનના એક્શન સીન્સ વખાણવાલાયક છે. સોનુ સુદનો વિલન અવતાર જેકી ચેનની સામે ફિક્કો લાગે છે. આ ફિલ્મમાં પણ તેણે ગજબના એક્શન સિક્વન્સ કર્યા છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.વ્રજ દાણી, થલતેજ
ફિલ્મનો ફર્સ્ટ હાફ તમને થોડો બોર કરી શકે છે, પરંતુ સેકન્ડ હાફ દમદાર છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી ઘણી સારી છે. એક્શન સીનને સારી રીતે કોરિયોગ્રાફ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં ભરપૂર એક્શન છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.
પાર્થ દાણી, થલતેજ

ફિલ્મ જોઈ તમને ખબર પડી જ જશે કે એક્શન અને સ્ટંટ સીન માટે જેકી ચેને ઘણી મહેનત કરી છે. સ્ક્રીનપ્લે હજુ વધુ સારો બની શકે તેમ હતો. ખાસ કરીને ક્લાઈમેક્સ ફિક્કો લાગે છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.
પરિમલ ગોર, પ્રહ્લાદનગર

ફિલ્મનું ડિરેક્શન કમાલનું છે. વીએફએક્સ, બેકગ્રાઉન્ડ અને એક્શન સિક્વન્સ કમાલનાં છે. ફિલ્મનાં લોકેશન પણ ખૂબ અદ્દભૂત છે. ફિલ્મનું મ્યુઝિક સ્ટોરીની સાથે ચાલે છે અને તમને બાંધી રાખે છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.
નિકુંજ પ‌િઢયાર, બોડકદેવ 

સ્ટેનલી ટોંગે ફિલ્મનું ડિરેક્શન ઘણું સારું કર્યું છે. સ્ટેનલી સાથે ફેમસ ઇન્ટરનેશનલ સ્ટાર જેકી ચેને મળીને ફિલ્મ ‘કુંગ ફૂ યોગા’ બનાવી છે. આ ફિલ્મની સિનેમેટોગ્રાફી ઘણી સારી છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
દિવ્યાંગ પ્રજાપતિ, નવરંગપુરા

You might also like