‘જુમાનજી: વેલકમ ટુ ધ જંગલ’ એ ખૂબ સારી ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી મજબૂત છે. અા ઉપરાંત લોકેશન, ગ્રાફિક્સ સિનેમેટોગ્રાફી ખૂબ જ સરસ છે. અા ફિલ્મ શરૂઅાતથી અંત સુધી દર્શકોને પકડી રાખે છે. અા ફિલ્મને ૪ સ્ટાર અાપીશ.કિશન સાવલિયા, થલતેજ
ફિલ્મમાં ડાયરેક્ટર જેક કેસડને જંગલના સીન સરસ દર્શાવ્યા છે. આ ફિલ્મમાં જંગલી જાનવરો સાથેના સીન સુંદર દર્શાવાયા છે. ફિલ્મમાં સિનેમેટોગ્રાફી સુંદર છે. એક વાર જોવા જેેવી ફિલ્મ છે. હું આ ફિલ્મને ૩.૫ સ્ટાર આપીશ. સમીપ અકબરી, વાસણા
અા ફિલ્મમાં ખૂબ સારી એડ્વેન્ચર જર્ની જોવા મળે છે. આ ફિલ્મની સ્ટોરી ઉપર ખૂબ માવજત કરાઇ છે. ફિલ્મની સ્ટોરી ખૂબ ઝડપથી અાગળ વધે છે અને તે પ્રેક્ષકોને બાંધી રાખે છે. ફિલ્મનાં એક્શન વિઝ્યુઅલ્સ જોરદાર છે. અા ઉપરાંત મ્યુઝિક પણ સારું છે. અા ફિલ્મને ૪.૫ સ્ટાર આપીશ.કિશન સોિજત્રા, મકરબા
ફિલ્મ ડિરેક્ટરનું અદ્ભુત કામ છે તેમજ ફિલ્મમાં સાઉન્ડ ઈફેક્ટ પણ કાબિલે તારીફ છે. ફિલ્મમાં ચાર દોસ્તોને રૂમની સફાઈની સજા મળે છે તે દરમિયાન એક ખૂણામાં જુમાનજી ગેમ મળે છે એને તેમાં મશગૂલ થઈ જાય છે પછી ટ્વિસ્ટ પર ટ્વિસ્ટ જોવા મળે છે. આ ફિલ્મ બાળકો તેમજ ફેમિલી સાથે જોવા જેવી છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.ઉત્તમ રંગાણી, ઘાટલોડિયા
ફિલ્મમાં સિનેમેટોગ્રાફીની સાથે-સાથે લોકેશન પર શૂટ કરેલા જંગલના સીન ઘણી સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મના કલાકારોએ શાનદાર કામ કર્યું છે. હું આ ફિલ્મને ૩.૫ સ્ટાર આપીશ.અંકિત કમાણી, વંદે માતરમ્
ફિલ્મની સ્ટોરી, એનિમેશન, થ્રીડી ઈફેક્ટ, કાસ્ટ, શૂટિંગ લોકેશન અને સિનેમેટ્રોગ્રાફી પાછળ કરવામાં આવેલી મહેનત પણ દેખાઈ રહી છે. ફિલ્મમાં તમામ કલાકારોએ જોરદાર એક્ટિંગ કરી છે. હું આ ફિલ્મને ૪ સ્ટાર આપીશ.કિશોર અકબરી, થલતેજ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ કે ઓપનએર થિયેટરને લગ્ન જેવા માંગલિક પ્રસંગોમાં ભારે ભાડું ચૂકવ્યા…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ ગઇ કાલ મધરાતથી હડતાળ પર ઊતરી જતાં ૮૦૦૦થી વધુ બસનાં પૈડાં થંભી ગયાં…
(બ્યૂરો)ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલના સંબોધન બદલનો આભાર માનતું સંબોધન મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ કાવ્યમય ભાષામાં કર્યું હતું. તેમણે કહ્યું હતું…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગઇકાલે શહેરમાં ગરમીનો પારો ઊંચે ચઢીને છેક ૩૬ ડિગ્રી સેલ્સિયસે જઇને અટક્યો હતો, જે સામાન્ય તાપમાન કરતાં…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨…
(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના દિક્ષણ કોરિયાના પ્રવાસે પહોંચી ચૂક્યા છે. લોટે હોટલમાં તેઓ ભારતીય સમુદાયના…