પબ્લિક રિવ્યૂ: ‘જુમાનજી: વેલકમ ટુ ધ જંગલ’, બાળકોને ગમે તેવી ફિલ્મ

‘જુમાનજી: વેલકમ ટુ ધ જંગલ’ એ ખૂબ સારી ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી મજબૂત છે. અા ઉપરાંત લોકેશન, ગ્રાફિક્સ સિનેમેટોગ્રાફી ખૂબ જ સરસ છે. અા ફિલ્મ શરૂઅાતથી અંત સુધી દર્શકોને પકડી રાખે છે. અા ફિલ્મને ૪ સ્ટાર અાપીશ.કિશન સાવલિયા, થલતેજ

ફિલ્મમાં ડાયરેક્ટર જેક કેસડને જંગલના સીન સરસ દર્શાવ્યા છે. આ ફિલ્મમાં જંગલી જાનવરો સાથેના સીન સુંદર દર્શાવાયા છે. ફિલ્મમાં સિનેમેટોગ્રાફી સુંદર છે. એક વાર જોવા જેેવી ફિલ્મ છે. હું આ ફિલ્મને ૩.૫ સ્ટાર આપીશ. સમીપ અકબરી, વાસણા

અા ફિલ્મમાં ખૂબ સારી એડ્વેન્ચર જર્ની જોવા મળે છે. આ ફિલ્મની સ્ટોરી ઉપર ખૂબ માવજત કરાઇ છે. ફિલ્મની સ્ટોરી ખૂબ ઝડપથી અાગળ વધે છે અને તે પ્રેક્ષકોને બાંધી રાખે છે. ફિલ્મનાં એક્શન વિઝ્યુઅલ્સ જોરદાર છે. અા ઉપરાંત મ્યુઝિક પણ સારું છે. અા ફિલ્મને ૪.૫ સ્ટાર આપીશ.કિશન સો‌િજત્રા, મકરબા

ફિલ્મ ડિરેક્ટરનું અદ્ભુત કામ છે તેમજ ફિલ્મમાં સાઉન્ડ ઈફેક્ટ પણ કાબિલે તારીફ છે. ફિલ્મમાં ચાર દોસ્તોને રૂમની સફાઈની સજા મળે છે તે દરમિયાન એક ખૂણામાં જુમાનજી ગેમ મળે છે એને તેમાં મશગૂલ થઈ જાય છે પછી ટ્વિસ્ટ પર ટ્વિસ્ટ જોવા મળે છે. આ ફિલ્મ બાળકો તેમજ ફેમિલી સાથે જોવા જેવી છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.ઉત્તમ રંગાણી, ઘાટલોડિયા

ફિલ્મમાં સિનેમેટોગ્રાફીની સાથે-સાથે લોકેશન પર શૂટ કરેલા જંગલના સીન ઘણી સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મના કલાકારોએ શાનદાર કામ કર્યું છે. હું આ ફિલ્મને ૩.૫ સ્ટાર આપીશ.અંકિત કમાણી, વંદે માતરમ્

ફિલ્મની સ્ટોરી, એનિમેશન, થ્રીડી ઈફેક્ટ, કાસ્ટ, શૂટિંગ લોકેશન અને સિનેમેટ્રોગ્રાફી પાછળ કરવામાં આવેલી મહેનત પણ દેખાઈ રહી છે. ફિલ્મમાં તમામ કલાકારોએ જોરદાર એક્ટિંગ કરી છે. હું આ ફિલ્મને ૪ સ્ટાર આપીશ.કિશોર અકબરી, થલતેજ

You might also like