‘જય ગંગાજલ’ : પ્રિયંકા IPSના રોલમાં જામી નહીં

ડિરેક્ટર પ્રકાશ ઝાની ૨૦૦૩માં રિલીઝ થયેલી યાદગાર સફળ ફિલ્મ ‘ગંગાજલ’ની સિક્વલ ગણાતી ‘જય ગંગાજલ’ બિહારનાં રાજકારણ અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઅોની સાઠગાંઠ પર અાધારિત ફિલ્મ છે. બાંકેપુરનો ધારાસભ્ય બબલુ ભૈયા (માનવ કૌલ) ખૂબ મહત્વાકાંક્ષી છે. એસપી અાભા માથુર (પ્રિયંકા ચોપરા)ને જિલ્લાની જવાબદારી સોંપાય છે અને અહીંથી તેની સીધી ટક્કર શરૂ થાય છે. ડિરેક્ટર પ્રકાશ ઝાઅે ફિલ્મમાં ભોલાનાથસિંહ નામના લાલચુ અને ભ્રષ્ટ પોલીસ અધિકારીનો રોલ નિભાવ્યો છે. પ્રિયંકા અાઈપીઅો અધિકારીના રોલમાં થોડી ‘સોફિસ્ટિકેટેડ’ લાગે છે. અને પરિણામે કેટલાંક દૃશ્યો અસરકારક બનતાં નથી.

જય ગંગાજલ ફિલ્મમાં ફિલ્મના ડિરેક્ટર પ્રકાશ ઝા દ્વારા પણ અભિનય કરવામાં આવ્યો છે. પ્રિયંકા ચોપરા અને પ્રકાશ ઝાની એક્ટિંગ ફિલ્મમાં મને વધુ પસંદ પડી છે. : હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.અંકિત પટેલ, કુબેરનગર

ફિલ્મમાં સામાજિક રાજનૈતિક બન્ને મુદ્દા દર્શકો સામે મૂકવામાં આવ્યા છે, જ્યારે પ્રિયંકા પોલીસ ઓફિસરની ભૂમિકામાં બેસ્ટ લાગે છે. ફિલ્મની સ્ટોરીલાઈન અને અન્ય કલાકારોના અભિનય પણ બેસ્ટ છે. : હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.પાર્થ પટેલ, પ્રહ્લાદનગર

ફિલ્મમાં મ્યુઝિક સલીમ સુલેમાનનું છે અને તે ગમે તેવું છે. પ્રિયંકા ચોપરા સાથે ડિરેક્ટર પ્રકાશ ઝા પહેલી વખત ઍક્ટિંગ કરી રહ્યા છે. પ્રકાશ ઝાની પોલીસ ઓફિસર તરીકેની ઍક્ટિંગ બેસ્ટ છે. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ. : ખુશબૂ શાહ, માણેકચોક

અગાઉ પણ ‘ગંગાજલ’ ફિલ્મ બની ચૂકી હતી, જેમાં અજય દેવગણ દ્વારા બેસ્ટ અભિનય આપવામાં આવ્યો હતો, જ્યારે ફિલ્મની સિક્વલમાં પ્રિયંકા દ્વારા પણ તેવું જ પર્ફોર્મન્સ આપવામાં આવ્યું છે. : હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.દશરથ રાણા, રાણીપ

જય ગંગાજલમાં મને પ્રિયંકાની એક્ટિંગ અને તેના ડાયલોગ સાથે પંચલાઈન ખૂબ ગમી. અગાઉ બની ચૂકેલી ગંગાજલની સ્ટોરીથી કનેક્ટેડ ફિલ્મની સ્ટોરી જોવા મળી રહી છે. : હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.સાગર પટેલ, નરોડા

ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સ્કોર અને મ્યુઝિક સારાં આપવામાં આવ્યાં છે. ફિલ્મમાં પ્રકાશની એક્ટિંગ ભ્રષ્ટાચાર ઓફિસર તરીકે ખૂબ પસંદ પડી. ફિલ્મમાં સૌથી વધુ ફાઈ‌ટિંગ સીન બેસ્ટ રીતે મૂકવામાં આવ્યા છે. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ. : પૂર્વ પટેલ, અખબારનગર

You might also like