હુુતુતુતુ: પબ્લિક રિવ્યૂ

છેલ્લા થોડા સમયથી હટકે સબ્જેક્ટ ધરાવતી ગુજરાતી ફિલ્મો દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે. ‘હુતુતુતુ… અાવી રમતની ઋતુ’ પણ અાવી જ પ્રયોગાત્મક ગુજરાતી ફિલ્મ છે. શીતલ શાહના ડિરેક્શનમાં બનેલી ‘હુતુતુતુ’ કોમોડિટી અને સ્ટોક માર્કેટના બેક ગ્રાઉન્ડ પર બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ છે.

હુતુતુતુ ગુજરાતી ફિલ્મમાં એટલી મજા નથી જેટલી છેલ્લો દિવસ ફિલ્મમાં આવી છે પણ બો‌િલવૂડ ફિલ્મ કરતાં વધારે દમદાર છે. ફિલ્મનું ડિરેકશન મને ખૂબ ગમ્યું અને સ્ટોરી લાઈન પણ સિમ્પલ છે. યુવાવર્ગ અને તેમનાં સપનાંઓને લઈને ફિલ્મ બનાવવામાં આવી છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ: બીનલ શાહ, ઉસ્માનપુરા

અત્યારે ગુજરાતી ફિલ્મનો ક્રેઝ વધ્યો છે અને હવે ગુજરાતી ફિલ્મો જોવી પણ ગમે છે. આ ફિલ્મમાં બધા કલાકારો પહેલી વાર પડદા પર જોવા મળ્યા છે. તેઓની એક્ટિંગ અને મહેનતને હું ફૂલ માર્ક્સ આપીશ. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.: રવિ શાહ, ઉસ્માનપુરા

ફિલ્મનું ડિરેકશન મહિલા ડિરેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે અને તેની મહેનત દેખાઈ આવી છે. ફિલ્મમાં મને પાર્થ ઓઝા દ્વારા ગવાયેલું સોંગ ગમ્યું અને સ્ટોરી લાઈન મને ખાસ ગમી. એક વાર આ ફિલ્મ અચૂક જોવી જોઈએ. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.: દેવાંગ પ્રજાપતિ, નરોડા

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ શેરમાર્કેટના બેકગ્રાઉન્ડ પર ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મ કોમેડી તો છે પણ કોમેડીની સાથે થોડી સ્ટોરી પર વધુ મહેનત કરવાની જરૂર હતી. ફિલ્મમાં પાર્થ ઓઝાની એક્ટિંગ વધુ ગમી. હું અા ફિલ્મને 4 સ્ટાર આપીશ. : વિપુલ કટા‌રિયા, રાણીપ

ફિલ્મની સ્ટોરી સારી છે, કોન્સેપ્ટ પણ મને ખૂબ ગમ્યો અને સાથે ફિલ્મમાં ભરપૂર કોમેડી છે. ઘણીવાર બો‌િલવૂડ મૂવી કરતાં પણ આપણી ગુજરાતી મૂવી ખૂબ પસંદ પડે છે. યુવાવર્ગનાં સપનાં અને તેમની મહેનત પર ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. ફિલ્મ શેરમાર્કેટમાં રમાતી રમત પર છે. હું આ ફિલ્મને 4.5 સ્ટાર આપીશ. : કમલેશ દવે, ઘાટલો‌ડિયા

હુતુતુતુ ફિલ્મમાં મને સૌથી વધુ ‌સ્ક્રિપ્ટ અને ડાયલોગ ગમ્યાં. ફિલ્મમાં કોમેડી છે અને બીજી વખત જોવાની ઈચ્છા થાય તેવી છે. ફિલ્મમાં એક્ટિંગ સાથે ડાયલોગ અને પંચ લાઈન હોવી જરૂરી છે. દરેક કલાકારે તેમનું બેસ્ટ આપ્યું છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ. : બિં‌દિયા દવે, ઘાટલો‌ડિયા

You might also like