Public Review: હેલબોય : એક્શન અને એડ્વેન્ચરના ચાહકોને ખાસ ગમે તેવી ફિલ્મ

ફિલ્મનો સ્ક્રીનપ્લે ઘણો સરસ છે અને એક્શન-સિક્વન્સ તેમજ એડ્વેન્ચરને શાનદાર રીતે શૂટ કરવામાં આવ્યાં છે. હેલબોયના રોલમાં ડેવિડે પોતાનો રોલ બખૂબી નિભાવ્યો છે. ફિલ્મમાં રોમાંચક દૃશ્ય દર્શાવાયાં છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.
જય પટેલ, ગાંધીનગર

‘હેલબોય’ ફિલ્મના ડાયરેક્ટરે એક્શન સીનમાં ઘણી મહેનત કરી છે, તેમાં ભરપૂર એક્શન જોવા મળે છે તથા ફિલ્મની સિનેમેટોગ્રાફી જોવાલાયક છે. એક વાર ચોક્કસ જોવા જેેવી ફિલ્મ છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.
હિતેશ પઢા‌િરયા, વાસણા

ફિલ્મની સ્ટોરી લાઈન ખૂબ સારી છે અને ચાહકોને તેનાં દૃશ્યોથી રોમાંચક અનુભવ કરાવે તેવી છે. અા ઉપરાંત એક્શન, ગ્રાફિક્સ-સિનેમેટોગ્રાફી, ટેક્નોલોજી ખૂબ જ સરસ છે. તે શરૂઅાતથી અંત સુધી દર્શકોને જકડી રાખે છે. અા ફિલ્મને હું ૪ સ્ટાર અાપીશ.
રાહુલ ચૌધરી, બોપલ

ડિરેક્ટર નેઇલ માર્શલનું અદ્ભુત કામ છે તેમજ સાઉન્ડ ઈફેક્ટ પણ કાબિલે તારિફ છે અને એક્શન-વિઝ્યુઅલ્સ જોરદાર છે. એક્શનના ચાહકોને ગમે તેવી આ ફિલ્મ છે. ફિલ્મમાં તમામની એક્ટિંગ સારી છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.
ઘૂલૂમ સત્યા, બોપલ

ફિલ્મમાં સિનેમેટોગ્રાફીની સાથે-સાથે અલગ અલગ લોકેશન પણ શૂટ કરેલાં છે અને એક્શન સીન પણ ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં ફાઈટ-એક્શન જોવાની મજા આવે છે. અા ફિલ્મને હું ૪.પ સ્ટાર આપીશ.
ગોકુલ સાલ્વે, નવરંગપુરા

ફિલ્મનો ફર્સ્ટ હાફ ઠીક છે, પરંતુ સેકન્ડ હાફમાં એક્શન જોરદાર છે. હેલબોયમાં કેમેરાવર્ક-સાઉન્ડ લાજવાબ છે. ફિલ્મના લાસ્ટમાં કલાઇમેક્સ અમેઝિંગ છે. ફિલ્મમાં અન્ય કલાકારોએ પણ સારું કામ કર્યું છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.
અક્ષય તુમ્બડા, સોલા

You might also like