પબ્લિક રિવ્યૂ: દર્શકોના ‘ફિતૂર’નો સાવ અાવો ફિયાસ્કો!

સાહિત્ય કૃતિ પરથી ફિલ્મ બનાવવી સરળ વાત નથી. ચેતન ભગતની નવલકથા પરથી ‘કાયપો છે’ જેવી સફળ ફિલ્મ બનાવનારા ડિરેક્ટર અભિષેક કપૂર ચાર્લ્સ ડિકન્સની ‘ગ્રેટ એક્સ્પક્ટેશન્સ’ પર અાધારિત ‘ફિતૂર’માં માર ખાઈ ગયા છે. કાશ્મીરના બેક ગ્રાઉન્ડ અાધારિત અા લવસ્ટોરી લાંબી અને કંટાળાજનક બની રહે છે.

ફિતૂર ફિલ્મમાં મને કેટરીના કૈફ કરતાં પણ વધુ તબ્બુની ભૂમિકા પસંદ પડી છે. તબ્બુએ આ ફિલ્મમાં ખૂબ સાદગીથી કામ કર્યું છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો સ્ટોરી મને ઠીક ઠાક લાગી. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ. : પૂજા ભટનાગર, પાલડી

મને ફિલ્મની સ્ટોરી કરતાં ફિલ્મનું મ્યુઝિક વધારે પસંદ પડ્યું. ફિલ્મમાં બોલિવૂડની બહેતરિન હીરોઈન જોવા મળશે. કેટરીના કૈફ અને આદિત્ય રોય કપૂરે તો સારો અભિનય કર્યો છે સાથે લારા દત્તા અને અદિતિ રાવ હૈદરીનો અભિનય પણ સારો છે.હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ. : અંકિત સ્વામિનારાયણ, નારણપુરા

ફિતૂર ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં થયું હતું , જેથી ફિલ્મની સ્ટોરી ગમે કે ના ગમે કાશ્મીરનું બેસ્ટ લોકેશન અવશ્ય જોવા મળશે. ફિલ્મમાં દૃશ્ય જેટલા બેસ્ટ છે તેની સ્ટોરી મને એટલી ના ગમી. આ ફિલ્મને હું 2 સ્ટાર આપીશ. : હિતેશ ઠાકોર, નવરંગપુરા

ચાર્લ્સ ડેક્સની નોવલ ‘ધ ગ્રેટ એક્સપેક્ટેશન્સ’ પરથી ડિરેક્ટર અભિષેક કપૂરની ફિલ્મ ફિતૂર બનાવામાં આવી છે. નોવેલ અને ફિલ્મમાં બતાવેલી સ્ટોરી થોડી અલગ પડે છે. ફિલ્મ કરતાં નોવેલ વધુ સારી છે. હું આ ફિલ્મને 2 સ્ટાર આપીશ. : નીલેશ ભટનાગર, વાડજ

ફિલ્મનો પ્રથમ ભાગ ઠીક ઠાક છે તેમાં કાશ્મીરનાં દૃશ્ય જોવા મળશે , પણ ઇન્ટરવલ બાદ સ્ટોરી વધુ ખેંચાતી હોય તેવું લાગે છે. ફિલ્મ મને થોડી બોરિંગ લાગી પણ ફિલ્મનું મ્યુઝિક અને ગીતો મને ગમ્યાં. હું આ ફિલ્મને 2 સ્ટાર આપીશ. : સૌરભ પંડ્યા

મને ફિલ્મમાં કૈટરીના કૈફનો ડાન્સ ખૂબ ગમ્યો અને સાથે તબ્બુની એક્ટિંગ પણ ખૂબ ગમી. ફિલ્મનો સ્ક્રીન પ્લે એવરેજ છે, પણ લોકેશન સારા છે. એક ટિપિકલ લવ સ્ટોરી છે જેમાં કોઈ મજા આવે એવું નથી. હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ. : જયદીપ ટાંક, નવરંગપુરા

You might also like