પબ્લિક રિવ્યૂ: પૈસા વસૂલ અેક્શન ફિલ્મ!

‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ એ ખૂબ સારી ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી મજબૂત છે. અા ઉપરાંત એક્શન, ગ્રાફિક્સ- સિનેમેટોગ્રાફી ખૂબ જ સરસ રહ્યાં છે. અા ફિલ્મ શરૂઅાતથી અંતથી સુધી દર્શકોને પકડી રાખે છે. અા ફિલ્મને 4 સ્ટાર અાપીશ.
ધ્રુવ પટેલ, નરોડા

હોલિવૂડની અન્ય ફિલ્મો કરતાં સ્ટોરીકલ રીતે ઘણી મજબૂત ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ ફિલ્મ છે. ફિલ્મમાં એક્શન સીન્સ વધુ ગમ્યા, જ્યારે તેના કરતાં પણ વધુ સારાં ફિલ્મનાં શૂટિંગ લોકેશન જોવા મળી રહ્યાં છે. ફિલ્મમાં 3ડી ઈફેક્ટ સારી છે, જેથી અા ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.
પ્રહ્લાદ વડેરા, ઈસ્કોન

અા ફિલ્મ ખૂબ સારી એન્ટરટેઈનર સાબિત થઇ છે. આ ફિલ્મની સ્ટોરી ઉપર ખૂબ માવજત કરાઇ છે. ફિલ્મની સ્ટોરી ખૂબ ઝડપથી અાગળ વધે છે, જે પ્રેક્ષકોને બાંધી રાખે છે. ફિલ્મનાં એક્શન-વિઝ્યુઅલ્સ જોરદાર છે. અા ઉપરાંત મ્યુઝિક પણ સારું છે. અા ફિલ્મને 4.5 સ્ટાર આપીશ.
વિરલ દરજી, મકરબા

અા ખરેખર એક એન્ટરટેઇનર ફિલ્મ છે. અા ફિલ્મમાં એક્શન ખૂબ સારી રહી. આ ફિલ્મ એવેન્જિયર મૂવી જેવી લાગે છે. વિઝયુઅલ્સ-ફોટોગ્રાફી એમ તમામ પ્રકારે મજબૂત છે. દર્શકોને એક-એક મિનિટ પકડી રાખે છે. ફિલ્મમાં ફાઈટ એક્શન મજા આવે છે. અા ફિલ્મને 4.5 સ્ટાર આપીશ.
શુભ લઝી, પ્રહ્લાદનગર

આ ફિલ્મમાં સુપર્બ સ્પેશિયલ ઈફેક્ટ છે, જે મોટા સ્ક્રીન પર જોવાની મજા જ કંઈક અલગ આવી. ફિલ્મમાં વીએફએક્સ ગ્રાફિક્સ પણ સુપર્બ છે, જ્યારે ફિલ્મમાં અન્ય કલાકારોનો અભિનય પણ સારો છે. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.
કલ્પિત પ્રજાપતિ, થલતેજ

ફિલ્મની સ્ટોરી, એનિમેશન, 3ડી ઈફેક્ટ, કાસ્ટ, શૂટિંગ લોકેશન અને સિનેમેટ્રોગ્રાફી પાછળ કરવામાં આવેલી મહેનત પણ દેખાઈ રહી છે. ફિલ્મમાં એક્શન સીનમાં બેકગ્રાઉન્ડ સાઉન્ડ પણ ખૂબ ગમ્યું. ફિલ્મમાં બેનેડિક્ટે જોરદાર એક્ટિંગ કરી છે. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.
મનીષ પ્રજાપતિ, થલતેજ

You might also like