પબ્લિક રિવ્યૂ : ‘શૅફ’ની શાનદાર ફૂડ ડિશ દર્શકોને પસંદ આવી

‘શૅફ’ની સ્ટોરીમાં પિતાના રોલમાં સૈફ અલી ખાન અને પુત્રના રોલમાં સ્વર કાંબલે છે. બન્નેની એક્ટિંગ મને વધુ પસંદ પડી. ફિલ્મનાં લોકેશન ખૂબ સુંદર રીતે દર્શાવ્યાં છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ.પ્રીતેશ ખાંટ, સેટેલાઇટ

આ ફિલ્મ રાજા કૃષ્ણ મેનને ડિરેક્ટ કરી છે, પરંતુ તેની કમજોરી ફિલ્મનો સમય છે. લાંબા સ્ક્રીનપ્લેના કારણે તમારો ફિલ્મ જોવાનો ઈન્ટરેસ્ટ થોડા સમય પછી ઓછો થતો જશે અને તમને એવું લાગશે કે ફિલ્મ ક્યારે પૂર્ણ થાય. હું આ ફિલ્મને ર સ્ટાર આપીશ.દીપક પારગી, બોપલ

‘શૅફ’ની વાર્તા સૈફ અલી ખાન અને સ્વર કાંબલેની આસપાસ ફરે છે. બંનેએ ફિલ્મમાં એક્ટિંગ સારી કરી છે. સૈફ અલી ખાનને નાનપણથી જ ખાવાનું બનાવવાનો શોખ હોય છે. તેથી તે ભાગીને ન્યૂયોર્ક જતો રહે છે. હું આ ફિલ્મને ર સ્ટાર આપીશ.સાહિલ પટેલ, નહેરુનગર

આ ફિલ્મનું ડિરેક્શન કમાલનું છે. ફિલ્મમાં સૈફ અલી ખાન મસ્ત જમવાનું બનાવે છે. તે પોતાના દીકરા સાથે થોડો સમય વિતાવે છે અને હરતી-ફરતી ફૂડ ટ્રકથી બીજી વખતે શૅફ તરીકેનું કામ શરૂ કરે છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.લુકમાન ગાઝી, સરખેજ

‘શૅફ’ ફિલ્મની સ્ટોરી સારી છે. સ્ક્રીન પ્લે પણ સારું છે. ફિલ્મમાં પિતા-પુત્રના સંબંધોની સાથે જ અલગ થવા અંગે પણ આ એક સારો મેસેજ આપે છે. ફિલ્મ ફેમિલી સાથે જોવાય તેવી છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ. શૈશવ પરમાર, શિવરંજની

આ ફિલ્મમાં કેરળની સુંદરતાની સાથે અમૃતસર, દિલ્હી અને ન્યૂયોર્કના માહોલનાં ઉત્તમ લોકેશન સારી રીતે દર્શાવ્યાં છે. ફિલ્મમાં પિતાના રોલમાં સૈફ અલી ખાને અને પુત્રના રોલમાં સ્વર કાંબલેએ સારી એક્ટિંગ કરી છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ.કુંતલ ઉપાધ્યાય, રાણીપ

You might also like