પબ્લિક રિવ્યૂ: ‘બાગી-ર’ : ટાઈગરની ‘રેમ્બો’ સ્ટાઈલ એક્શન યંગસ્ટર્સને ગમી

ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને દિશા પટણીની કેમિસ્ટ્રી ખરેખર ખૂબ જોરદાર છે અને ‘બાગી-ર’માં એક્શન સિક્વન્સ શાનદાર રીતે શૂટ કરવામાં અાવ્યાં છે. ફિલ્મમાં રોમાંચક દૃશ્ય દર્શવાયાં છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.ઘૂલૂમ સત્યા, બોપલ

‘બાગી-ર’ ફિલ્મના ડાયરેક્ટરે એક્શન સીનમાં ઘણી મહેનત કરી છે, તેમાં ભરપૂર એક્શન જોવા મળે છે તથા ફિલ્મની સિનેમેટોગ્રાફી જોવાલાયક છે. એક વાર ચોક્કસ જોવા જેેવી ફિલ્મ છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ. હિતેશ પઢા‌િરયા, વાસણા

મજબૂત સ્ટોરી લાઈનને લ‌ીધે ખૂબ સારી ફિલ્મ છે તથા તેનાં એક્શન, ગ્રાફિક્સ-સિનેમેટોગ્રાફી, ટેક્નોલોજી પણ ખૂબ જ સરસ છે. તે શરૂઅાતથી અંત સુધી દર્શકોને જકડી રાખે છે. અા ફિલ્મને હું ૪ સ્ટાર અાપીશ.રાહુલ ચૌધરી, બોપલ

ડિરેક્ટર અહેમદ ખાનનું અદ્ભુત કામ છે તેમજ સાઉન્ડ ઈફેક્ટ પણ કાબિલે તારિફ છે અને એક્શન-વિઝ્યુઅલ્સ જોરદાર છે. એકશનના ચાહકોને ગમે તેવી આ ફિલ્મ છે. ફિલ્મમાં તમામની એક્ટિંગ સારી છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.જય સંઘાણી, બોડકદેવ

ફિલ્મમાં સિનેમેટોગ્રાફીની સાથે-સાથે અલગ અલગ લોકેશન પણ શૂટ કરાયેલાં છે અને એક્શન સીન પણ ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં ફાઈટ-એક્શન જોવાની મજા આવે છે. અા ફિલ્મને હું ૪.પ સ્ટાર આપીશ.ગોકુલ સાલ્વે, નવરંગપુરા

‘બાગી-ર’ ફિલ્મમાં ટાઇગરની ડાયલૉગ ડિલિવરી જબરદસ્ત છે તેમજ ટાઇગર અને દિશા વચ્ચેની કે‌િમસ્ટ્રી પણ દમદાર છે. ફિલ્મમાં એસીપીના રોલમાં રણદીપ હુડ્ડા અને ડીઆઈજી તેમજ વિલનના રોલમાં મનોજ વાજપેયીએ શાનદાર એક્ટિંગ કરી છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.અક્ષય તુમ્બડા, સોલા

You might also like