Categories: India

જનતાનું દબાણ રંગ લાવ્યું : મોદીએ અમને મળવા બોલાવ્યા :રાહુલ

નવી દિલ્હી : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે જનતાનો આભાર માન્યો હતો. રાહુલે સ્વિકાર્યું હતું કે જનતાનાં દબાણનાં કારણે જ વડાપ્રધાને સોનિયા ગાંધી અને પુર્વવડાપ્રધાન મનમોહન સિંહને જીએસટી બિલમાં રહેલા મતભેદને ઉકેલવા માટે બોલાવવા પડ્યા છે. આને સરકારની ઇચ્છા નહી પરંતુ જનતાનું દબાણ કહી શકાય. લોકો હવે સમજતા થયા છે. સંસદમાં પત્રકારો સાથેની વાતચીતમાં જ્યારે રાહુલને જીએસટી અંગે પુછવામાં આવ્યું કે કોંગ્રેસ સરકારની શર્તો માનવા તૈયાર છે ત્યારે તેણે જવાબ આપ્યો હતો કદાચ. રાહુલે કહ્યું કે અમારા મતભેદ છે પરંતુ અમે ઇચ્છીએ છીએ કે જીએસટી પાસ થાય. અમે ટેક્સ પર એક કેપ ઇચ્છીએ છીએ જેથી ગરીબ માણસ પરેશાન ન થાય. જીએસટીને અમે લાવ્યા હતા અને અમે સંપુર્ણ રીતે આ બિલનાં સમર્થનમાં છીએ.
શુક્રવારે વડાપ્રધાન મોદીએ યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને મનમોહન સિંહને ચાય પે ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા. શુક્રવારે સાંજે યોજાનારી આ બેઠકમાં જીએસટીમાં કોંગ્રેસનાં વ્યુને જાણવાનો પ્રયાસ કરવામાંઆવશે.
નાણામંત્રી અરૂણ જેટલીએ ગુરૂવારે કહ્યું હતું કે વડાપ્રધાન જીએસટીને પાસ કરાવવા માટે કોઇ પણ વ્યક્તિ સાથે વાતચીત માટે તૈયાર છે. સરકારની યોજના છે કે એક એપ્રીલથી જીએસટી લાગુ થઇ જાય. જેનાં કારણે આ સત્રમાં જ જીએસટી બીલનું પાસ થવું જરૂરી છે.

Navin Sharma

Recent Posts

સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ…

11 hours ago

કેન્દ્રીય વિદેશ પ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા છવાયુ

ગાંધીનગર: કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી…

12 hours ago

ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી…

12 hours ago

જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું…

12 hours ago

PM મોદી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા, આશીર્વાદ લીધા

અમદાવાદ: નરેન્દ્ર મોદી૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત…

12 hours ago

દિલ્હીમાં દ‌ક્ષિણ ભારતનાં ધાર્મિક સંંગઠનો પર આતંકી હુમલાની સા‌જિશનો પર્દાફાશ

નવી દિલ્હી:  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ એજન્સીએ દ‌િક્ષણ ભારતમાં ધાર્મિક સંગઠનો પર મોટા આતંકી હુુમલાની સા‌જિશનો પર્દાફાશ કરીને…

12 hours ago