જાહેર સ્થળોઅે કચરો ફેંકશો તો  રૂ. ૧૦ હજાર ચૂકવવા તૈયાર રહેજો

નવી દિલ્હી: જાહેર સ્થળોઅે ગંદકી કરનાર અને કચરો ફેંકનાર લોકોને ૧૦ હજાર રૂપિયાનો દંડ કરવાના અાદેશ નેશનલ ગ્રીન દ્રિબ્યુનલે અાપ્યા છે. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને દેશભરમાં ખાસ કરીને દિલ્હીમાં સૌથી ખતરનાક પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર માનીને એનજીટીઅે અા અાદેશ અાપ્યા છે.

એનજીટીઅે કહ્યું કે હોટલ, રેસ્ટોરાં, શાકભાજી માર્કેટ જેવી જગ્યાઅો પર સૌથી વધુ સોલિડ વેસ્ટ નીકળે છે, તેમને અાદેશ અાપવામાં અાવે છે કે તેઅો કચરાને એક જ જગ્યાઅે જમા કરીને કોર્પોરેશનને સોંપે. જો કોઈ પણ વ્યક્તિ હોટલ, રેસ્ટોરાં વગેરેના નિયમોનું પાલન નહિ કરે અને કચરો નદી-નાળાં કે કોઈ પણ પબ્લિક પ્લેસમાં ફેંકશે તો તેણે ૧૦ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

એનજીટીઅે કહ્યું કે તમામ અોથોરિટીની અા સહિયારી જવાબદારી છે કે તેઅો કચરો એકઠો કરવા, લાવવા-લઈ જવા અને ઠેકાણે લગાડવા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬ના નિયમોનું પાલન કરે, જેથી લોકોના અારોગ્ય માટે ખતરો ઊભો ન થાય. એનજીટીઅે જણાવ્યું કે રાજધાની દિલ્હીમાં રોજ ૯૬૦૦ મેટ્રિક ટન સોલિડ વેસ્ટ નીકળે છે તેને જોતાં કચરાના નિકાલ માટે કોઈ સ્પષ્ટ યોજના બનવી જોઈઅે.

http://sambhaavnews.com/

You might also like