રાજસ્થાનનાં મંત્રીનું નિવેદન,”પ્રજા સમજતી જ નથી કે ક્રુડનાં ભાવ વધ્યાં તો ખર્ચા ઓછાં કરીએ”

ન્યૂ દિલ્હીઃ કોંગ્રેસે આજ (સોમવાર)નાં રોજ અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે પેટ્રોલ-ડીઝલનાં વધતી કિંમતો વિરૂદ્ધ ભારત બંધનું આયોજન કર્યું છે. જેનાં પર હવે રાજનીતિ થઇ રહી છે. હવે રાજસ્થાનથી ભાજપ મંત્રી રાજકુમાર રિનવાનું નિવેદન સામે આવ્યું છે.

તેઓએ સરકારનો બચાવ કરતા કહ્યું કે,”આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે ક્રૂડ ઓયલ હોય છે તે હિસાબથી ચાલે છે, સરકાર કોશિશ કરી રહી છે. આટલાં ખર્ચા છે, પૂરની અસર છે ચારો તરફ, આટલી મુશ્કેલી છે. જનતા સમજતી જ નથી કે ક્રૂડ ઓઇલનો ભાવ વધી ગયા તો કેટલાંક ખર્ચાઓ ઓછાં કતરી નાંખો.

મંત્રીનાં આવા નિવેદન પર રાજસ્થાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે કહ્યું કે,”ભાજપ નેતૃત્વ તરફથી આવી ટિપ્પણીઓ આપણને દર્શાવે છે કે તેઓ કેટલાં અભિમાની છે. ત્યાં બીજી બાજુ જરૂરિયાતો પ્રત્યે અસંવેદનશીલ છે. જ્યારે લોકો મોંઘવારી અને પેટ્રોલની કિંમતોથી પરેશાન થઇ રહ્યાં છે તો તેઓ પોતાનાં નિવેદનોથી તેને વધુ ખરાબ મુદ્દો બનાવી રહ્યાં છે.

ત્યાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વિરૂદ્ધ કોંગ્રેસનાં નેતૃત્વમાં 16 વિપક્ષી દળોનાં નેતાઓએ સોમવારનાં રોજ એક મંચ પર આવીને નરેન્દ્ર મોદી સરકારને ઘેરી અને આગામી લોકસભા ચૂંટણીમાં એકજુટ થઇને અને ભાજપને હરાવવા માટેનું આહવાન કર્યું. કોંગ્રેસ દ્વારા આહૂત “ભારત બંધ” અંતર્ગત આયોજિત વિરોધ પ્રદર્શનમાં વધારે વિપક્ષી પાર્ટીઓનાં નેતા એક મંચ પર આવ્યાં. કોંગ્રેસનું કહેવું એમ છે કે 16 દળોનાં નેતાઓએ મંચ રચ્યું પરંતુ પાંચ-છ અન્ય પાર્ટીઓ પણ પોતાનાં સ્તરથી “ભારત બંધ”માં શામેલ છે.

You might also like