ઘાટલોડિયાઃ અભિષેક ફ્લેટમાં જાતિ વિરુદ્ધ લખાણ લખાતાં હોબાળો, થઈ ફરિયાદ

અમદાવાદના ઘાટલોડિયામાં મોડી રાત્રે હોબાળો મચી ગયો હતો. ઘાટલોડિયાના અભિષેક એપાર્ટમેન્ટમાં કેટલીક જાતિ વિરુદ્ધ લખાણ લખવામાં આવ્યું હતું, જેના બાદ બબાલ મચી ગઈ હતી.

આ લખાણના ફોટા પણ વાયરલ થયા છે, જેના પગલે જે તે સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. ફ્લેટના રહિશોએ એપાર્ટમેન્ટ પર ભેગા થઈને ચેરમેનને લખાણ અંગે ફરિયાદ કરી હતી અને લખાણ દૂર કરવા જણાવ્યું હતું.

.જો કે તે સમયે ચેરમેને પોતે આ લખાણ ન લખ્યું હોવાનું જણાવ્યુ હતું અને યોગ્ય જવાબ આપ્યો ન હતો, તેવી રહિશોએ ફરિયાદ કરી છે. હવે આ સમગ્ર મામલો સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરવામાં આવી છે.

You might also like