પબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય

અમદાવાદ સહિત દેશભરમાં લાખો યુવાનો અને કિશોરોને લાગેલી પબજી મોબાઇલની લત ચિંતાનો અને ચર્ચાનો વિષય બન્યો છે.અમદાવાદ સહિત શહેરોમાં પોલીસે પબજી પર પ્રતિબંધ મુક્યો છે અને અત્યાર સુધીમાં ૧૧ યુવાનોની ધરપકડ પણ કરી છે. બીજી બાજુ હવે ભારતમાં પબજી સામેના વિરોધ અને ચિંતાને ધ્યાનમાં રાખીને હવે પબજી ગેમના ડેવલપર્સ હવે નિયંત્રણ લાદવા જઇ રહી છે જેના કારણે હવે કોઇ પણ વ્યકિત એક દિવસમાં ૬ કલાકથી વધુ પબજી રમી નહીં શકે. હોળી-ધુળેટીના દિવસોમાં પબજીની ગેમમાં હેલ્થ રિમાઇન્ડર મળ્યા હોવાનું અનેક ગેમર્સ કહી રહ્યા છે. પબજીના શોખીન અનેક પ્લેયરે તેના સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયામાં મુકયા છે.

પબજી ગેમ સતત બે કલાક રમ્યા બાદ સ્ક્રીન પર મેસેજ આવે છે.જો તમે તેને અવગણીને રમવાનું ચાલું રાખો તો ફરીથી ગેમમાંથી બ્રેક લેવાની સલાહ આપતો મેસેજ આવે છે. તેમ છતાં ગેમ ચાલુ રખાય તો ગેમનું સર્વર આપોઆપ પ્લેયરને અમુક સમય માટે બ્લોક કરી દે છે. આ ઉપરાંત હવે સર્વરમાંથી મેસેજ દ્વરા પ્લેયરની ઉંમર ૧૮ વર્ષથી વધુની છે કે કેમ તે પણ પૂછવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પબજી ગેમની લતમાં યુવાનોએ હત્યા અને આત્મહત્યા કર્યાના તથા હુમલા કર્યાના બનાવો બન્યા છે.

એક અંગ્રેજી વેબસાઈટ Technogot પ્રમાણે અનેક કિશોરો અને યુવાનો ભણવાનું છોડીને કલાકોના કલાકો આ ગેમમાં રચ્યાપચ્યા રહે છે. જેના કારણે ગુજરાતમાં શાળાઓમાં પબજી પર પ્રતિબંધ મુકી દેવાયો હતો. આ ઉપરાંત અમદાવાદ અને રાજકોટમાં પણ પોલીસે પ્રતિબંધ મુક્યો છે.ભારતમાં પબજી સામેના વિરોધને જોતા હવે ગેમના નિર્માતાઓ આગળ આવ્યા છે અને ગેમ રમવાના સમય પર નિયંત્રણ મૂકવાનું શરું કર્યું છે. જોકે તેની સત્તાવાર જાહેરાત હજુ કરાઇ નથી. તેમ જ આ ફિચર પણ હજુ ટેસ્ટિંગ લેવલમાં હોવાનું પણ મનાઇ રહ્યું છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 month ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 month ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 month ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 month ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 month ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago