જેલમાં કેદીઓએ તમામ મર્યાદા ઓળંગી, આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું

અમદાવાદ: સુરત જિલ્લાના સચિન રોડ પર અાવેલી લાજપોર જેલમાં એક હાઈ પ્રોફાઈલ અારોપીએ કેદી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યો હોવાનો ચકચારી કિસ્સો બહાર અાવ્યો છે.

અા અંગેની વિગત એવી છે કે સુરતની રાજપોર જેલમાં અસંખ્ય દુષ્કર્મના કેસથી ચર્ચામાં અાવેલા એક હાઈપ્રોફાઈલ અારોપીએ કાળી ચૌદસની રાત્રે જેલમાં એક કેદી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. રાત્રી દરમિયાન જેલના સિપાઈઓ જ્યારે નાઈટ રાઉન્ડમાં હતા ત્યારે બંને કેદીઓ પોતાની તમામ મર્યાદાઓ ઓળંગી ગયા હતા અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતાં ઝડપી લીધા હતા.

અા ઘટના ઉજાગર ન થાય તે માટે હાઈ પ્રોફાઈલ કેસના તેમ જ ધનિક એવા અારોપીએ જેલમાં જ અા વાત દબાવી દેવા માટે પૈસાના જોરે સેટિંગ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે જેલ સત્તાધીશોએ અા બાબતને કોઈપણ સત્તાવાર રીતે માહિતી અાપી નથી

You might also like