વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે રેટિંગમાં સુધારો કરતા PSU બેન્ક શેરમાં ઉછાળો

અમદાવાદ: વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે રેટિંગમાં સુધારો કરતા તથા રિસ્ટ્રક્ચરિંગ પ્રક્રિયાના ભાગરૂપે બેન્કોને મૂડી ફાળવાય તેવા વહેતા થયેલા સમાચાર પાછળ આજે મોટા ભાગની બેન્કોના શેરમાં ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. એસબીઆઇ, બેન્ક ઓફ બરોડા, પીએનબીના શેરમાં ૪.૪૦થી ૨.૪૦ ટકાનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો.

દરમિયાન ભારતીય રિઝર્વ બેન્ક મોટી રકમની લોન લેનાર-એનપીએવાળી ૫૦ કંપનીઓનું લિસ્ટ જાહેર કરી શકે છે.
નાણાં વિભાગના જણાવ્યા પ્રમાણે આરબીઆઇ બેન્કોને ૩૧ માર્ચ, ૨૦૧૮ સુધીમાં બેડ લોનનો ઉકેલ લાવવા તથા બેન્કરપ્સી પ્રક્રિયા શરૂ કરવા જણાવશે.

નોંધનીય છે કે રિઝર્વ બેન્કે
૪૧ એકાઉન્ટની ઓળખ કરી
ચૂકી છે, જેમાં બેન્કોએ બેન્કરપ્સી
કાયદા હેઠળ કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.
સરકારે પીએસયુ બેન્કો માટે રૂ. ૨.૧ લાખ કરોડની મૂડીકરણ યોજનાની જાહેરાત કરી હતી.

You might also like