મોટા ભાગની PSU બેન્કોના શેરે એફડી કરતાં પણ ઓછું રિટર્ન આપ્યું

અમદાવાદ: બેન્કિંગ સેક્ટરના શેરોએ રોકાણકારોને નિરાશ કર્યા છે. મોટા ભાગની જાહેર ક્ષેત્રની બેન્કોના શેરોએ બેન્ક એફડી કરતાં પણ ઓછું રિટર્ન આપ્યું છે. છેલ્લા એક વર્ષનો ડેટા જોઇએ તો મોટા ભાગની બેન્કોના શેરોમાં નકારાત્મક રિટર્ન જોવા મળી રહ્યું છે.
જાહેર ક્ષેત્રની એસબીઆઇના શેરમાં માત્ર ૧.૫૫ ટકાનો સુધારો જોવાયો છે, જ્યારે બેન્ક ઓફ ઇન્ડિયા કંપનીના શેરમાં ૧૬ ટકા, બેન્ક ઓફ બરોડાના શેરમાં ૧૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એ જ પ્રમાણે દેના બેન્ક, કોર્પોરેશન બેન્ક, આંધ્ર બેન્ક જેવી બેન્કના શેરમાં પણ પાછલા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ઘટાડો જોવા મળ્યાે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં એસોસિયેટ્સ બેન્ક મર્જર થવાના નિર્ણયના પગલે આ બેન્કોના શેરમાં ૩૦ ટકા જેટલો સુધારો જોવા મળ્યો છે. નોંધનીય છે કે જાહેર ક્ષેત્રની બેન્કોમાં એક વર્ષમાં એફડીમાં સાતથી આઠ ટકા જેટલું વ્યાજ અપાય છે.

એક વર્ષમાં જાહેર ક્ષેત્રની બેન્કોએ આપેલું રિટર્ન
યુકો બેન્ક                             – ૨૯.૬૭ ટકા
સિન્ડીકેટ બેન્ક                      – ૨૧.૪૬ ટકા
બેન્ક ઓફ ઈન્ડિયા                – ૧૬.૮૧ ટકા
આંધ્ર બેન્ક                            – ૧૫.૭૭ ટકા
યુનિયન બેન્ક                       – ૧૨.૫૬ ટકા
બેન્ક ઓફ બરોડા                  – ૧૧.૦૭ ટકા
દેના બેન્ક                             – ૧૧.૮૭ ટકા
ઓરિયન્ટલ બેન્ક                  – ૫.૨૭ ટકા
અલ્હાબાદ બેન્ક                    – ૨.૯૧ ટકા
કોર્પોરેશન બેન્ક                    – ૫.૨ ટકા
એસબીઆઈ                         + ૧.૫૫ ટકા
પંજાબ નેશનલ બેન્ક            + ૫.૮૯ ટકા
કેનેરા બેન્ક                           + ૮.૬૪ ટકા
સેન્ટ્રલ બેન્ક                          + ૬.૨૪ ટકા
ઈન્ડિયન બેન્ક                      + ૬૪.૨૩ ટકા
સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર        + ૨૪.૫૯ ટકા
સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર     + ૩૧.૩૬ ટકા
સ્ટેટ બેન્ક ઓફ મૈસુર             + ૨૮.૩૧ ટકા
વિજયા બેન્ક                         + ૨૨.૦૨ ટકા

You might also like