પતિની સર્વિસ રિવોલ્વોરથી પત્નીએ કર્યો આભઘાત

હિંમતનગરઃ મહેસાણાના પીએસઆઇ ચંદ્રેશ નાયકની પત્નીએ પતિની સર્વિસ રિવોલ્વોર દ્વારા ગોળી મારીને આત્મહત્યા કરી છે. રિવોલ્વોરનો અવાજ સાંભળતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આત્મહત્યા કરનાર શિક્ષિકા ડી.જી. વણઝારાની ભાણી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. પતિના આડા સંબોધીની શંકામાં પત્નીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.

સાબરકાઠાના હિંમતનગરમાં મહાવીનગરમાં રહેતા મહેસાણાના પીએસઆઇ ચંદ્રેશ નાયક રજામાં ઘરે આવ્યા હતા. ત્યારે શિક્ષીકા પત્નીએ આજે પતિની જ સર્વિસ રિવોલ્વોરથી આત્મહત્યા કરી લીધી છે. સવારે પતી પત્ની વચ્ચે કોઇ બાબતને લઇને બોલાચાલી થઇ હોવાની આસપાસના લોકો ચર્ચા કરી રહ્યાં હતા. હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. તો એસીપી મંજિતા વણઝારા પર આ બનાવને પગલે હિંમતનગર પહોંચ્યા છે. પીએસઆઇ ચંદ્રેશ હાલ મહેસાણા જિલ્લાના વસાઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

http://sambhaavnews.com/

You might also like