કલ્યાણપુરામાં PSIએ કર્યો મતદારો પર લાઠીચાર્જ, ગ્રામજનોએ બહિષ્કાર કર્યો

આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. એવામાં પાટણના કલ્યાણપુરામાં એક અજબની ઘટના બનતા ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપી દીધી છે.

પાટણના કલ્યાણપુરા ગામે મતદાન બૂથ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમાં એક PSI પણ સામેલ હતા. મતદાન દરમ્યાન પીએસઆઈને કોઈક મામલે માથાકૂટ થતાં તેમણે મતદારો પણ લાઠીચાર્જ કર્યો હતો.

મતદારો પર લાઠીચાર્જ કરાતાં પીએસઆઈ સામે ગ્રામજનો રોષે ભરાયા હતા. ગ્રામજનોએ એકસાથે ભેગા થઈ PSI માફી નહીં માંગે ત્યાં સુધી મતદાન નહીં કરવા માટેની ચીમકી આપી હતી. જો કે હાલમાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે વાતચીત ચાલી રહી છે.

You might also like