પીએસઆઇ દેવેન્દ્રસિંહના આખરે અંતિમ સંસ્કારઃ આરોપી ડીવાયએસપી ભૂગર્ભમાં

અમદાવાદ: કરાઇ એકેડમીમાં ટ્રેનિંગ લઇ રહેલા પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડે કરેલી આત્મહત્યાના ચકચારી કિસ્સામાં ડીવાયએસપી એન.પી.પટેલ વિરુદ્ધમાં ક્રાઇમ બ્રાંચે ગઇ કાલે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો તેમજ અઘ‌િટત માગણી કરવા બદલ ગુનો દાખલ કર્યો છે, તેના પગલે પરિવારજનોએ આજે સવારે દેવેન્દ્રસિંહના અંતિમ સંસ્કાર કર્યા હતા. ક્રાઇમ બ્રાંચે આ કેસમાં રચેલી સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમના અધિકારીઓએ દેવેન્દ્રસિંહના ઘરે જઇને ફરિયાદ નોંધી હતી. બીજી બાજુ ફરિયાદ દાખલ થતાંની સાથે જ ડીવાયએસપી પટેલ ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઊતરી ગયા છે.

શહેરની આર.સી ટેકનિકલ પાસેના નિર્માણ ટાવર નજીકના રાજયોગ રોહાઉસમાં રહેતા અને કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડે સોમવારે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. પીએસઆઇએ આત્મહત્યા કરતાં પહેલાં ત્રણ પાનાંની સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં કરાઇ એકેડમીના ડીવાયએસપીએ આપેલા શારીરિક અને માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો છે. પીએસઆઇ દેવેન્દ્રસિંહે સોમવારે બપોરે સવા એક વાગ્યે સાળાની રિવોલ્વરથી દાઢીના નીચેના ભાગે બે રાઉન્ડ ફાયરિંગ કરીને આત્મહત્યા કરી લીધી હતી.

ડીવાયએસપી એન.પી. પટેલને નોકરીમાંથી કાયમ માટે બરતરફ કરીને આજીવન કેદની સજા કરવામાં આવે તેમ પીએસઆઇ દેવેન્દ્રસિંહે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે. દેવેન્દ્રસિંહ રાઠોડ (ઉ.વ.૩૫)કરાઈ એકેડમીમાં પીએસઆઇ તરીકે ટ્રેનિંગ લઈ રહ્યા હતા ત્યારે તેને કરાઈ એકેડમીના મદદનીશ નિયામક આઉટડોર (ડીવાયએસપી) એન.પી. પટેલ શારીરિક અને માનસિક ત્રાસ ખૂબ જ આપતા હોવાથી દેવેન્દ્ર ખૂબ જ ત્રાસી ગયા હતા. એન.પી. પટેલ દેવેન્દ્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરવા માટેની પણ માગણી કરતા હોવાના આક્ષેપ થયા છે. સોમવારે દેવેન્દ્રએ ખાનગી રિવોલ્વરથી દાઢીના નીચેના ભાગે બે રાઉન્ડ ફાયરિંગ કરીને મોતને વહાલું કર્યું હતું.

સોલા પોલીસે આ કેસમાં ડીવાયએસપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ નહીં કરતાં ઘટનાને દબાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો તો બીજી તરફ ડીવાયએસપી વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવા માટે દેવેન્દ્રસિંહનાં પરિવારજનોએ ત્રણ દિવસ સુધી મૃતદેહ સ્વીકાર્યો ન હતો. ડીવાયએસપી વિરુદ્ધમાં ગુનો દાખલ નહીં થાય તો તેમણે દેવેન્દ્રના મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી હતી. ક્રાઇમ બ્રાંચે સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમની રચના કરી હતી. ગઇ કાલે બે એસીપી તેમજ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ દેવેન્દ્રસિંહના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ડીવાયએસપી વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા અંગે માગણી કરવા બદલ ગુનો દાખલ કર્યો હતો.

ક્રાઇમ બ્રાંચે નોંધેલી ફરિયાદમાં ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે દેવેન્દ્રસિંહે કરેલી આત્મહત્યાના કેસમાં સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એચ.ગઢવી અને એ ‌િડ‌વળ્ઝનના એસીપી એસ.એન. ઝાલાએ ભીનું સંકેલવાની કોશિશ કરી છે તો તેમના વિરુદ્ધમાં પણ તપાસ થવી જોઇએ. ક્રાઇમ બ્રાંચે ફરિયાદ દાખલ કરતાં આજે દેવેન્દ્રસિંહના મૃતદેહને પરિવારજનોએ સ્વીકારી લીધો હતો અને વાડજ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કર્યા હતા.

પરિવારજનોએ દેવેન્દ્રસિંહનો મૃતદેહ સ્વીકારી લેતાં આજે વહેલી સવારથી તેમના નિવાસસ્થાને પોલીસનો કડક બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. દેવેન્દ્રસિંહનો મૃતદેહ આવતાંની સાથે જ પ‌િરવારજનો ભાંગી પડ્યાં હતાં. વહેલી સવારથી દેવેન્દ્રસિંહનાં પરિવારજનો તેમજ કરાઇ એકેડમીમાં ટ્રે‌િનંગ લઇ રહેલા તેના કલીગો મોટી સંખ્યા આવી પહોંચ્યા હતા અને લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા તો બીજી તરફ ચોંકાવનારી વાત એ છે કે એક પોલીસ કર્મચારીની અંતિમયાત્રામાં શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ કે પછી કરાઇ એકેડમીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આવ્યા પણ નહીં.

You might also like