PSI ભાઈનું અાઈ કાર્ડ લઈ નકલી નોટ પધરાવવા જતાં ઝડપાયો

અમદાવાદ: દેશમાં નકલી નોટોના કારોબાર અને કાળાં બજાર રોકવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ મુક્યો છે, પરંતુ બજારમાં હજી નાની નકલી નોટો ફરી રહી છે શહેરના ગાંધીરોડ પર આવેલી બંસી ઇલેક્ટ્રિક દુકાન પર ગત રાતે એકે યુવક ખરીદી કરવા પહોંચ્યો હતો અને 100 ની નકલી નોટ આપીને ખરીદી કરી હતી. જે બાદ અન્ય દુકાનમાં જઇને બીજી નકલી નોટ આપીને ખરીદી કરવા જતા વેપારીને શંકા ગઈ હતી.જેથી યુવકને પૂછપરછ કરી અને બંને વેપારીએ નોટ તપાસતાં એક જ સિરીઝની ચાર નોટ મળી આવી હતી.જેથી વેપારી દ્વારા પૂછતાં પોતે એસઆરપીમાં પીએસઆઇ છે એવો દમ માર્યો હતો પરંતુ વેપારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ખાડિયા પોલીસે ઘટના સ્થળ પર જઈ યુવકની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાયપુરના જ્યોતિ ફ્લેટમાં રહેતા અને ગાંધીરોડ પર આવેલી બંસી ઇલેક્ટ્રિક નામની દુકાન ધરાવતા ભૂપેન્દ્રભાઈની દુકાને ગત સાંજે એક યુવક આવ્યો હતો અને 100ની નકલી નોટ આપીને ખરીદી કરી હતી.બાદ અન્ય દુકાનમાં જઇને બીજી નકલી નોટ આપીને ખરીદી કરવા જતાં તેઓને શંકા ગઈ હતી. જેથી યુવકની પૂછપરછ કરી તપાસ કરતાં અન્ય ત્રણ 100ની નોટ મળી હતી. જે તપાસતાં એક જ સિરિઝની નોટ હતી. જેથી વેપારી દ્વારા પૂછતાં પોતે એસઆરપીમાં પીએસઆઇ છે એવો દમ માર્યો હતો. બનાવ બનતાં વેપારીઓ ભેગા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

જેથી ખાડિયા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે યુવકની પૂછપરછ કરતાં તેનું નામ જિતેન્દ્ર ખીમજીભાઈ ગજેરા ( રહે.શ્રીજી બંગ્લોઝની બાજુમાં તૃષ્ણા મકાનમાં ,દહેગામ ) છે અને તેના ભાઈ જયેશ ગજેરા એસઆરપીમાં પીએસઆઇ ગ્રૂપ 16 માં ફરજ બજાવે છે અને તેનું આઇ કાર્ડ બતાવી પીએસઆઇ હોવાનો રોફ જમાવતો હતો. પોલીસે હાલ જિતેન્દ્ર વિરુદ્ધ નકલી નોટ અને પોલીસની ખોટી ઓળખ આપવા બદલ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ એક જ સિરિઝની નકલી નોટ યુવક પાસેથી ક્યાંથી આવી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like