નવી દિલ્હી : વિજળી ક્ષેત્રમાં પોતાની ટેકનીકલ કુશળતામાં સહભાગી થવા માટે ભારતે જાહેરાત કરી છે કે તે દક્ષિણ એશિયાનાં દેશોને ગ્રિડ લગાવવાનાં કામમાં ન માત્ર મદદ કરશે પરંતુ દરેક પ્રકારની ટેક્નિકલ વિશેષજ્ઞતા પણ સંપુર્ણ મફતમાં પુરી પાડશે. આ વાતની જાહેરાત કરતા વિજળી તથા કોલસા તથા અપારંપારિક ઉર્જા સ્ત્રોત મંત્રી પીયૂષ ગોયલે સ્પષ્ટતા કરી હતી કે ભારત દરેક પ્રકારની મદદ માટે તૈયાર છે. તેમણે કહ્યું કે દક્ષિણ એશિયન દેશોની સાથે જ અન્ય વિકસિત દેશોને પણ વિજળી ગ્રિડ લગાવવામાં મફત મદદ કરવા માટે તૈયાર છે.
ગોયલે જાહેરાત એટલા માટે મહત્વપુર્ણ છે કે દક્ષિણ એશિયન દેશોનાં વિજળી મંત્રીઓની બેઠક ટુંક જ સમયમાં યોજાનારી છે. જેમાં તમામ દેશોનાં ગ્રિડને આંતરિક રીતે જોડવા માટેનાં કામને આગળ ધપાવવા માટેની ચર્ચા થશે. ગત્ત વર્ષે આ અંગે સમજુતી થઇ હતી પરંતુ પાકિસ્તાન તેમાં જોડાયું નહોતું. ગોયલે આજે બિન પારંપારિક ઉર્જા સ્ત્રોતથી બનનારી વિજળીને રાષ્ટ્રીય ગ્રિડ સાથે જોડવા માટેનાં ભાવી રોડમેપ અંગેનો અહેવાલ પણ રજુ કર્યો હતો.
આ અહેવાલમાં સરકારને 15 સુત્રીય કાર્યક્રમની સલાહ આપવામાં આવી છે. જેનાં આધારે સૌર,પવન તથા અન્ય સ્ત્રોતોમાંથી મળનારી ઉર્જાને વગર કોઇ પરેશાનીએ રાષ્ટ્રીય ગ્રિડ સાથે જોડવામાં આવશે. સરકારે 2022 સુધી બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતમાંથી 1.75 લાખ મેગાવોટ વિજળી બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. તેને જોતા 15 સુત્રીય કાર્યક્રમ ખુબ જ મહત્વપુર્ણ છે. આ કાર્યક્રમને લાગુ કરવામાં કેન્દ્રીય વિજળી નિયામક પંચની ભુમિકા ખુબ જ મહત્વની રહેશે. આ કાર્યક્રમય સૌર ઉર્જાની મોટી યોજાનાઓને સીધો ફાયદો સામાન્ય લોકોને મળશે.