પ્રાઉડ મધર્સ ટુ બી…

મુંબઈ: સેલિબ્રિટીઝની પર્સનલ લાઈફમાં પણ લોકોને ખૂબ રસ પડતો હોય છે. કોઈ સેલિબ્રિટી પેરન્ટ્સ બનવાનું હોય તે વાત તેમના ચાહકોને એક્સાઈટ કરતી હોય છે. ચાહકો હંમેશાં સ્ટાર કિડ વિશે વાંચવા-સાંભળવા ઈચ્છતા હોય છે. બધાંને એવી પણ અાશા હોય છે કે સ્ટાર કિડ્સ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું નેક્સ્ટ બિગ સુપરસ્ટાર બને. અત્યારે બોલિવૂડ-ટેલિવૂડમાં અાવી જ કેટલીક અભિનેત્રીઓ માતા બનવા જઈ રહી છે, તેમાં શાહિદ કપૂરની પત્ની મીરાં રાજપૂત, સિંગર શ્રેયા ઘોષાલ અને અભિનેત્રી જેનેલિયા ડિસોઝાનું નામ મોખરે છે. મીરાં અને શ્રેયા પહેલી વાર માતા બનશે, જ્યારે જેનેલિયાને બીજી વખત અા સદ્દભાગ્ય પ્રાપ્ત થયું છે.

You might also like