હવે મોબાઈલની બેટરી લિથિયમ નહીં, સોડિયમમાંથી બનશે

અત્યાર સુધી મોબાઈલ ફોન, લેપટોપ વગેરે સાધનોની બેટરી લિથિયમ-અાર્યનથી ચાલે છે, પરંતુ ફ્રાન્સના સંશોધકોએ મીઠાના મુખ્ય તત્ત્વ એવા સોડિયમથી ચાલતી બેટરી વિકસાવી છે. તેમણે વિકસાવેલી સોડિયમ-અાર્યન બેટરી અત્યારની પરંપરાગત બેટરીઓ કરતાં વધુ ચાલશે તેમજ ઝડપથી ચાર્જ થશે અને વધારે પ્રમાણમાં પાવર પણ સંગ્રહી શકશે.

અા બેટરીનો બીજો પ્લસ પોઈન્ટ એ છે કે લિથિયમ કરતાં સોડિયમ એક હજાર ગણા વધારે પ્રમાણમાં ઉપલબ્ધ છે. વળી એ સસ્તુ પણ પડે અને તેમાંથી બનતી બેટરી સલામત પણ છે તે પર્યાવરણને નુકસાન પણ પહોંચાડતી નથી.

You might also like