અફઘાનિસ્તાનના હેરાતમાં પાકિસ્તાન વિરુદ્ધ નારાબાજી, ઝંડા પણ સળગાવ્યા

પાકિસ્તાનમાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનો અવાજ વધારે ઝડપી થઇ ગયો છે. પહેલા પીઓકેના મુજ્ઝફરાબાદમાં પછી બલૂચિસ્તાનમાં ત્યારબાદ ખૈબર પખ્તૂનખ્વામાં એને લઇને વિરોધનો અવાજ વધારે ઝડપી થઇ ગયો છે. હવે અફઘાનિસ્તાનમાં પણ પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા આતંકીઓ અને એમના ટ્રેનિંગ કેમ્પો વિરુદ્ધ લોકો રેલી નિકાળી રહ્યા છે. અફઘાનિસ્તાનના હેરાતમાં આ મુદા પર ગણા લોકોએ મળીને પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું છે.

હેરાતમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોનો આરોપ છે કે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ખુલીને સમર્થન કરી રહ્યું છે. નોંધનીય છે કે તાલિબાને જ થોડાક દિવસો પહેલા અફઘાનિસ્તાનમાં મોટો હુમલો કરીને લોકોને મારી નાંખ્યા હતા. આ હુમલામાં યૂએઇના પાંચ ડિપ્લોમટ પણ માર્યા ગયા હતા. હેરાતમાં સ્થિત પાકિસ્તાન કાઉન્સલેટની બહાર વિરોધ પ્રદર્શન કરનાર લોકો પાકિસ્તાન વિરુદ્ધ જોરદાર નારા લગાવ્યા હતાં.

આ લોકોનું કહેવું હતું કે યૂએઇએ પાકિસ્તાન સાથે સહયોગ અને સંબંધ બનાવી રાખવા માટે ફરીથી વિચાર કરવો જોઇએ. ગત મંગળવારે કંધારમાં આ હુમલો એ સમયે થયો જ્યારે એક ગેસ્ટ હાઉસમાં યૂએઇના રાજદૂતની ત્યાંની ગવર્નર અને પોલીસ ચીફની વચ્ચે એક મહત્વની બેઠક ચાલી રહી હતી. આ હુમલામાં 27 લોકોના મૃત્યુ થયા હતા જ્યારે 70 થી વધારે ગાયલ થયા હતા.

હેરાતમાં આ વિરોધ પ્રદર્શન એ સમયે થઇ રહ્યું હતું જ્યારે પાકિસ્તાન અને યૂએઇના સંબંધ સૌથી નીચેના સ્તર પર પહોંચી ચૂક્યા છે. એનું કારણ તાજેતરમાં માર્યા ગયેલા 5 ડિપ્લોમેટનો મુદો પણ છે. આ પહેલા પાકિસ્તાન દ્વારા તાલિબાન આતંકીઓને પ્રોત્સાહન આપવાના વિરુદ્ધ અપઘાનિસ્તાન ગ્રીન ટ્રેંડના કાર્યકર્તાઓએ પાકિસ્તાન દૂતાવાસની બહાર પ્રદર્શન કર્યું હતું. પોલીસે આ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. આ ગ્રુપને રાવંદ એ સબ્જ એ અફઘાનિસ્તાના નામથી પણ ઓળખવામાં આવે છે.

શુક્રવારે થયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન આ પ્રદર્શનકારીઓ પાકિસ્તાન વિરુદ્ધ જોરદાર નારા લગાવ્યા હતાં. એમનો આરોપ હતો કે પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએશઆઇ તાલિબાનની સાથે મળીને આ પ્રકારના હુમલા કરાવી રહી છે.

You might also like