પાકિસ્તાનમાં લોકો ઉતર્યા રસ્તા પર, ‘ગો નવાઝ ગો’ ના નારા લગાવાયા

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના કબ્જા વાળા કાશ્મીરમાં બુધવારે લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા અને તેમને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેમની પાર્ટીનો વિરોધ કરતાં ગો નવાઝ ગો નો નારો લગાવ્યો હતો. આ
વિરોધ મઝફ્ફરાબાદ, કોટલી, ચિનારી અને મીરપુર સુધી કરવામાં આવ્યું હતું. સરકારી અધિકારીઓએ અહીંયાના દરેક પ્રકારની મીડિયા રિપોર્ટિંગ પર પ્રતિંબધ લગાવી દીધો છે. જેના દ્વારા નવાઝ શરીફની પાર્ટીએ પીઓકેમાં મોટી જીત
મેળવી છે. જરદારી બોલ્યા, એટમ બોમ્બ કોઇ જોક નથી., કાશ્મીર પર ન્યૂક્લિયર વોર થશે નહીં.

પીઓકેમાં રહેનારા લોકોનો આરોપ છે કે ચૂંટણીમાં ગોટાળા કરવામાં આવ્યા અને જે લોકોએ આ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તેમને પાકિસ્તાન સેનાએ જબરદસ્તી ધરપકડ કરી લીધી. ત્યારબાદ 21 જુલાઇએ મીરપુરમાં 3 લાશ અને 25મીએ મઝફ્ફરાબાદમાં 2 લાશ મળી જેમના પર ગોળીઓ મળી આવી હતી તે પાકિસ્તાની આર્મીની હતી.

નોંધનીય છે કે પાકિસ્તાન પીએમ નવાઝ શરીફની પાર્ટીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક મોટી ચૂંટણીની જીતને મેળવી છે. નવાઝ શરીફની પાર્ટી પીએમએલ એનએ પાકિસ્તાનમાં આવેલા કાશ્મીરમાં 41માંથી 30 સીટો ઉપર જીત મેળવી છે. ચૂંટણી પછી પીઓકેમાં શુક્રવારે એક પબ્લિક રેલીમાં નવાઝે કહ્યું, ‘અમને બસ એ દિવસની રાહ છે, જ્યારે કાશ્મીર પાકિસ્તાન બની જશે. ‘

You might also like