દલિત અત્યાચાર મામલો બન્યો ઉગ્ર, ઠેરઠેર વિરોધ પ્રદર્શન

અમદાવાદ: દલિત યુવાનો પર થયેલા અત્યાચારની જ્વાળા આજે સમગ્ર ગુજરાતમાં ફેલાઈ ગઈ છે. જેના કારણે આજે અમદાવાદમાં પણ તેના પડઘા પડ્યા હતા. અને દલિત સમાજના લોકોએ શાહીબાગથી રેલી નીકળી બાદમાં આરટીઓ ખાતે રોડ પર ચક્કાજામ કર્યો હતી. અને પોલીસને આખરે ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા આકરું વલણ અપનાવવું પડ્યું હતું.

આરટીઓ સર્કલ પર દેખાતો આ જનક્રોશ દલિત યુવાનો પર થયેલા અત્યાચાર બાદ ફાટી નીકળ્યો છે. જેમાં ઉશ્કેરાયેલા ટોળામાં એક વ્યક્તિએ ઝેરી પ્રવાહી ગટગટાવીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ ટોળું ઉશ્કેરાતાં તેને નિયંત્રણમાં લેવા પોલીસને લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી.

રોડ પર ચક્કાજામ કરી દેખાવ કરતા દલિતોના ટોળાને વિખેરવા પોલીસ હરકતમાં આવી હતી. તોફાન કરી વાતાવરણ ડોળવાની કોશિશ કરતાં 38થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી હતી. દલિત યુવાનો પર અત્યાચારનો મુદ્દો ધીરે ધીરે રાજકીય સ્તરે વેગ પકડી રહ્યો છે.

એક તરફ પાટીદાર આંદોલન શાંત થયું નથી ત્યાં દલિત આંદોલનને પગલે સરકાર પણ મુંજવણમાં આવી ગઈ છે. અને રાજ્યમાં વકરી રહેલી પરિસ્થિને નિયંત્રણમાં લેવા ખાસ આયોજન કરવું જરૂરી બન્યું છે. પણ હાલ એક વાત તો હકીકત છે કે દલિત યુવાનો પર થાયેલા અત્યાચાર સામે દલિત સમાજ ન્યાય માંગવા આક્રોશ સાથે રોડ પર આવી ગયો છે.

અલ્પેશ ઠાકોર સહિત 50ની અટકાયત
ઘટનાના વિરોધમાં અમદાવાદમાં આજે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર મંજૂરી વિના ઉપવાસ બેસતા પોલીસે તેમના સહિત 50 લોકોની અટકાયત કરી છે. ઉનાની ઘટનાના વિરોધમાં કલેક્ટરને આ આવેદનપત્ર આપ્યા બાદ કલેક્ટર કચેરીની બહાર જ ઉપવાસ પર બેસી ગયા હતા. તો બીજી તરફ ભારતીય દલિત પેંથર દ્વારા મંજૂરી વિના રેલી કાઢતા આગેવાનો સહિત 35 લોકોની અટકાયત કરાઈ છે. ઘટનાના વિરોધમાં ભારતીય દલિત પેંથરે આવતીકાલે ગુજરાત બંધનું એલાન આપ્યું છે.

ચાંદખેડામાં 200 જેટલા કાર્યકર્તાઓની અટકાયત
દલિત સમાજ ધ્વારા આજે ચાંદખેડાના આજે બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો ધ્વારા રેલી યોજવામાં આવી હતી. જેમાં એક હાજર કેટલા કાર્યકરો જોડાયા હતા. આ કાર્યકરો ધ્વારા મહેસાણા હાઈવે ચક્કાજામ કરવાના હતા પરંતુ તે પહેલા જ પોલીસે ૨૦૦ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. તેમને હેડ ક્વાટર ખાતે લઇ જવામાં આવ્યા હતા. ગાંધીનગરથી આવેલા કાર્યકર્તાઓને રસ્તામાં જ અટકાવાયા હતા. દલિતસમાજ ધારા આ મુદ્દા પર અગામી દિવસોમાં પણ ઉગ્ર અંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી આપવમાં આવી છે.

You might also like