વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા સબ પમ્પનો વિરોધ, કોર્પોરેશન સામે કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર

વડોદરાઃ શહેરમાં કોર્પોરેશન દ્વારા ઇલોરા પાર્ક વિસ્તારનાં રહીશોને સમયસર પાણી મળી રહે તે માટે બનાવેલાં પમ્પનો વિરોધ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. રોડ પર ટ્રાફિકને નડતર રૂપ હોવાનાં આક્ષેપ સાથે શહેર યુથ કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો.

ઇલોરા પાર્ક ત્રણ રસ્તા પર યુથ કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ કોર્પોરેશન અને સત્તાધિકારીઓ વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરીને વહેલી તકે પાણીનો પમ્પ હટાવવામાં આવે તેવી માંગણી કરી છે.

મહત્વનું છે કે વડોદરામાં આવેલ ઇલોરા પાર્કમાં રહેતા સ્થાનિકોને જરૂરિયાત પૂરતું પાણી મળી રહે તે માટે VMC દ્વારા એક પમ્પ બનાવવામાં આવેલ છે. જો કે તે પમ્પને લઇ શહેર યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવેલ છે. તે પમ્પ રોડ પર ટ્રાફિકને નડતરરૂપ હોવાનાં આક્ષેપ સાથે કોંગ્રેસનાં લોકોએ સખત વિરોધ કર્યો છે.

શહેર યુથ કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ કોર્પોરેશન અને સત્તાધિકારીઓ વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરીને આ પમ્પને વહેલી તકે હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

You might also like