હિજબુલ કમાન્ડર બુરહાનને માર્યા બાદ ઘાટીમાં તંગદીલી, અનેક વિસ્તારોમાં કર્ફ્યુ

શ્રીનગરઃ જમ્મુ કશ્મીરમાં હિજબુલ કમાન્ડર અને પોસ્ટર બોય બુરહાન વાની મુઠભેડમાં માર્યો ગયો છે. ત્યારે ઘાટીમાં તંગદીલી ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અલગાવવાગી યૂરિયત કોન્ફ્રન્સે રાજ્યમાં બંધનું એલાન જાહેર કર્યું છે. પુલવામા, અનંતનાગ અને શોપિયામાં વધી રહેલા તણાવને કારણે કર્ફ્યું લાદી દેવામાં આવ્યો છે. ગંભીર પરિસ્થિતીઓને જોતા બારામુલા-કાજીગુંડની વચ્ચે ટ્રેન સેવાઓ રદ્દ કરી દેવામાં આવી છે.

હુર્રિયતના બંધના એલાનને કારણે સાવચેતીના ભાગ રૂપે અલગાવવાદી નેતાઓને નજરબંદ કરી દેવામાં આવ્યાં છે. જેમાં સૈયદ અલી શાહ ગિલાની, મીરવાઇઝ અને યાસીન મલિક શામેલ છે. બુરહાન પર 10 લાખનું ઇનામ હતું. મળતી માહિતી મુજબ અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં રાષ્ટ્રીય રાયફલ્સ અને જમ્મુ કશ્મીર પોલીસ વચ્ચે થયેલા સંઘર્ષમાં બુરહાન માર્યો ગયો છે.
બુરહાનના માર્યાગયા બાદ શુક્રવારે રાત્રે શ્રીનગર-અનંતનાગ હાઇવે પર પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. ટયરો બાળવામાં આવ્યા  હતા.

પ્રદર્શનકારીઓએ હાઇવે પર અનેક વાહનો રોક્યા હતા. તો અનેક જગ્યાએ જનાજાની નમાજ વાંચવામાં આવી હતી. તો કેટલાક યુવાનોએ બુરહાનના સમર્થનમાં નારેબાજી પણ કરી હતી.

You might also like