કોર્ટ પરિસરમાં કનૈયા પર હૂમલો : સુપ્રીમે અટકાવી કાર્યવાહી : બંગાળમાં પણ દેશવિરોધી નારા

નવી દિલ્હી : આજે પટિયાલા હાઉસ કોર્ટમાં કનૈયા કુમારને રજુ કરવામાં આવ્યો હતો. જો કે તેને રજુ કરતા સમયે તેની સાથે મારામારીને ઘટનાં બની હતી. વકીલો દ્વારા કનૈયા પર હૂમલો કરવામાં આવ્યો હતો. જે અંગે સુપ્રીમ કોર્ટે પટિયાહા હાઉસ કોર્ટમાં કાર્યવાહી અટકાવવા જણાવ્યું હતું. કોર્ટમાં રજુ કરવામાં આવ્યો ત્યારે ઉગ્ર થઇ ગયેલા વકીલોએ કનૈયા કુમાર અને ત્યાં હાજર રહેલા પત્રકારો પર પણ પથ્થરમારો કર્યો હતો. કનૈયાએ પોતે પણ કોર્ટમાં આ વાત કરી કે તેનાં પર વકીલો દ્વારા હૂમલો કરવામાં આવ્યો. ઘટના બાદ કનૈયા કુમારને 2 માર્ચ સુધી તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. કોર્ટે જેલ પરિસર અને પોલીસને સખ્ત નિર્દેશો આપ્યા કે કનૈયાની સુરક્ષામાં કોઇ ચુક ન થવી જોઇએ.
સુપ્રીમ કોર્ટે 6 વકીલોની ટીમને હાલતની માહિતી મેળવવા માટે મોકલ્યા હતા. તેઓએ કોર્ટમાં જણાવ્યું કે પોલીસ કનૈયાને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી હતી. આ ટીમ પટિયાલા હાઉસ કોર્ટમાં પહોંચી ચુકી છે અને આ મુદ્દે તપાસ કરી રહી છે. આ ટીમમાં વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસનાં પૂર્વમંત્રી કપિલ સિબ્બલનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ ગૃહસચિવે કહ્યું કે આ ખુબ જ ગંભીર કિસ્સો છે. તે પોલીસ પાસે આ અંગે રિપોર્ટ માંગશે. અત્રે નોંધનીય છેકે કોર્ટ પરિસરમાં 400થી વધારે સુરક્ષા કર્મચારીઓ હાજર હતા. તો બીજી તરફ આમ આદમી પાર્ટીનો દાવો છે કે કનૈયા સાથે થયેલી મારપીટમાં દિલ્હી પોલીસનો પણ હાથ છે.
ઉલ્લેખનીય છે કે, કનૈયાને પટિયાલા હાઉસ કોર્ટમાં રજુ કરાયો તે પહેલા વકીલો દ્વારા નારેબાજી કરવામાં આવી હતી. જો કે વકીલોમાં પણ બે જુથ પડી ગયા છે. જે પૈકી એક કનૈયાનો પક્ષ ખેંચી રહ્યું છે બીજુ વિપક્ષમાં છે. આ બંન્ને જુથો પણ અંદરો અંદર બાખડ્યા હતા. સુપ્રીમે આ અંગે નિર્દેશ આપતા કહ્યું કે પટિયાલા હાઉસ કોર્ટ રૂમમાં પાંચ અને આખા કેમ્પસમાં 25થી વધારે જર્નાલિસ્ટ ન રહે. કોર્ટ રૂમમાં કનૈયાનાં પરિવાર અને જેએનયુની બે ફેકલ્ટી જ રહે. પોલીસ વકીલો અંગે પણ યોગ્ય વ્યવસ્થા કરે. જેએનયુ વિવાદમાં થયેલી કાર્યવાહીની માહિતી આપવા માટે બી.એસ બસ્સી પણ વડાપ્રધાન કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.
દિલ્હી પોલીસની સ્પેશ્યલ ટીમ નારા લગાવવાનાં આરોપમાં ભાગેડુ પાંચ વિદ્યાર્થીઓને શોધી રહી છે. બિહાર, ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. સૂત્રો અનુસાર ગૃહમંત્રાલય કનૈયાનાં મુદ્દે હજી સુધી કોઇ જ નિષ્કર્ષ સુધી પહોંચી નથી. મંત્રાલયનું માનવું છે કે નારા લગાવવા ઉપરાંત પણ ઘણી હરકતો દેશદ્રોહનાં આરોપમાં આવે છે. જેની તપાસ હાલ કરવામાં આવી રહી છે.
બીજી તરફ ગૃહમંત્રાલયે કોલકાતાની યાદવપુર યૂનિવર્સિટીમાં પણ આતંકવાદી અફઝલ ગુરૂ અને ઇશરત જહાનાં સમર્થનમાં નારેબાજી કરવાનાં મુદ્દે પશ્ચિમ બંગાળ સરકાર પાસે અહેવાલ માંગ્યા છે. ઉલ્લેખનીય છે કે જેએનયુમાં ભારત વિરોધી નારેબાજી બાદ યાદવપુર યૂનિવર્સિટીમાં પણ અફઝલ ગુરૂનાં સમર્થનમાં નારેબાજી કરવાની ઘટનાં સામે આવી છે.

You might also like