પ્રદોષ (શિવોપાસના)થી મળે છે મોક્ષ પ્રાપ્તિ

‘સુદ અને વદ પક્ષની બંને તેરશના દિવસે સૂર્ય આથમ્યા પછી ત્રણ ઘટિકાઓના કાળને ‘પ્રદોષ’ કહે છે. જીવે ગતજન્મે કરેલા પાપોને કારણે લાગેલા વિવિધ પ્રકારના દોષોનું નિવારણ કરવા માટે તેમજ શિવજીને પ્રસન્ન કરી લેવા માટે રાત્રિકાળ દરમિયાન કરવામાં આવતું વ્રત. વ્રત આરંભ કરવાનો ઉપર્યુક્ત સમયગાળો ઉત્તરાયણનો આરંભ થયા પછી પ્રદોષ વ્રત કરવું વધારે ફળદાયી પુરવાર થાય છે.

પ્રત્યેક મહિનાની સુદ તેમજ વદ ત્રયોદશીના દિવસે સૂર્ય આથમ્યા પછી ત્રણ ઘટિકાઓના (૧ ઘટિકા = ૨૪ મિનિટ, ૩ ઘટિકા = ૭૨ મિનિટ) ૭૨ મિનિટના કાળને પ્રદોષ’ કહે છે. આ કાળમાં શિવોપાસના કરવી.

આ વ્રત તેરશની સમાપ્તિના સમયગાળામાં કરવાનું હોય છે. ત્યાર પછી તરત જ ચતુર્દશી તિથિનો આરંભ થાય છે. ત્રયોદશી તિથિના સ્વામી કામદેવ છે, જ્યારે ચતુર્દશી તિથિના સ્વામી શિવજી છે. સત્યયુગમાં શિવજીએ ત્રીજું નેત્ર ખોલીને કામદેવને ભસ્મ કર્યા હતા. તેથી કામદેવ પર પણ શિવજીની જ અધિકાઈ છે.

આ રીતે તેરશ અને ચૌદશ તિથિઓ પર શિવજીની અધિકાઈ છે અને આ સમયગાળામાં કરેલા પ્રદોષ વ્રતને કારણે શિવશંકર ઉપાસકો પર વહેલા પ્રસન્ન થાય છે.

સુદ અને વદ પક્ષની બન્ને તેરસના દિવસે સૂર્ય આથમ્યા પછી ત્રણ ઘટિકાઓના કાળને ‘પ્રદોષ’ કહે છે. સાંજે કરેલા પ્રદોષ વ્રતને કારણે સંધિકાળમાં કરેલી શિવોપાસનાનું ફળ ઉપાસકને પ્રાપ્ત થાય છે.

‘પ્રદોષ’ શિવોપાસના માટે પૂરક કાળ હોવાથી પ્રદોષ સમયે કરેલી શિવોપાસનાને કારણે એકસો ગણી ફળ પ્રાપ્તિ થાય છે.

પ્રદોષ વ્રત કરવાથી આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક ત્રાસનું નિવારણ થઈને આનંદપ્રાપ્તિ થાય છે. જ્વર (તાવ), વેદના (દુ:ખાવો) અને વિવિધ શારીરિક વ્યાધિ તેમજ દુર્ધર રોગ દૂર થાય છે.

કુટુંબ અને સમાજની વ્યક્તિઓ સાથેના સંબંધો સારા થઈને કૌટુંબિક સુખ મળે છે તેમજ સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. પૂર્વજોના લિંગદેહો, ભૂત, પિશાચ, ડાકણ, માંત્રિકના ત્રાસ, તેમજ વેતાળ, સાત આસરા ઇત્યાદિ ક્ષુદ્ર દેવતાઓના કોપ દૂર થઈને શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે.

પ્રદોષ વ્રતની વિધિને કારણે ઉપાસકને પાપક્ષાલન માટે આવશ્યક શિવજીની કૃપા ઓછા સમયગાળામાં પ્રાપ્ત થાય છે અને તેનું પાપક્ષાલન ઝડપથી થાય છે. અનેક જન્મ ભાવપૂર્ણ રીતે પ્રદોષ વ્રત કરવાથી પ્રારબ્ધ સમાપ્ત થઈને સંચિત પણ નષ્ટ થવા લાગે છે.

આવી રીતે અનેક જન્મ સુધી પ્રદોષ વ્રતનું પાલન (શિવોપાસના) કરવાથી અથવા ઉચ્ચલોકમાં ગયા પછી જીવનું ક્રમણ નિર્ગુણ ભણી થઈને તેને સાયુજ્ય  મુક્તિ મળે છે અથવા મોક્ષ પ્રાપ્તિ થાય છે.•

You might also like