હે‌રિટેજ મિલકતધારકોને પ્રોપર્ટી ટેક્સબિલ અલગ રંગનાં અપાશે

અમદાવાદ: યુનેસ્કો દ્વારા અમદાવાદને દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હે‌િરટેજ ‌િસટી જાહેર કરાયા બાદ તંત્રે શહેરની ઐતિહાસિક પોળ સંસ્કૃતિની જાળવણી તેમજ જતન માટે વિવિધ ઉપાયને અમલમાં મૂક્યા છે, જેમાં હે‌િરટેજ ઇમારત ધરાવતા માલિકને ઇમારતના રિસ્ટોરેશન માટે આર્થિક સહાયતા મળી રહે તેવા આશયથી એફએસઆઇના સ્વરૂપમાં ટ્રેડેબલ ડેવલપમેન્ટ રાઇટ (ટીડીઆર) અપાઇ રહ્યા છે.

કોટ વિસ્તારની રર૩૬ હે‌િરટેજ ઇમારતને તેના રેન્કીંગ મુજબ હે‌િરટેજ પ્લેટ લગાવવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. હવે સત્તાધીશો દ્વારા હે‌િરટેજ મિલકતધારકોને આગવી ઓળખ આપવા આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના પ્રોપર્ટી ટેક્સનાં બિલ અલગ રંગનાં અપાશે.

શહેરના કોટ વિસ્તારમાં આવેલ કુલ રર૩૬ ઇમારતને સેપ્ટના સર્વેના આધારે તંત્ર દ્વારા હે‌િરટેજ ઇમારત તરીકે જાહેર કરાઇ છે. હે‌િરટેજ ઇમારતના રિસ્ટોરેશન માટે તંત્ર દ્વારા ટીડીઆર અપાતા હોઇ હે‌િરટેજ ઇમારતની ડિઝાઇન પણ બનાવવાની મ્યુનિસિપલ સત્તાવાળાઓએ તૈયારી દર્શાવી છે.

અત્યાર સુધી શહેરભરમાં પ્રોપર્ટી ટેક્સનાં બિલ એકસરખા સફેદ રંગના કાગળમાં છપાવીને તેનું કરદાતાઓમાં વિતરણ કરાય છે, પરંતુ હવે પહેલી વખત શાસકો દ્વારા હે‌િરટેજ મિલકતધારકોને આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના પ્રોપર્ટી ટેક્સનાં બિલ અલગ રંગથી છાપીને આપવાનો નિર્ણય લેવાયો છે.

દરમ્યાન ગઇ કાલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત લાલ દરવાજા પાસેના કેબી કોમર્શિયલ સેન્ટરમાં આવેલી એક મિલકતની બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત અંગે જાહેર હરાજી કરાઇ હતી, પરંતુ કોઇ ઓફરદાર આગળ ન આવતાં આ મિલકતનો તંત્ર દ્વારા કબજો કરાયો છે. હવે આગામી તા.૯, ૧૦ અને ૧૧ જાન્યુઆરીએ સત્તાવાળાઓ વધુ ચાર મિલકતની જાહેર હરાજી કરશે. આ ચારેય મિલકતની કુલ રૂ.૩.ર૬ કરોડના બાકી ટેક્સ માટે તંત્ર દ્વારા કુલ રૂ.૧ર.૬પ કરોડની હરાજીની કિંમત નક્કી કરાઇ છે.

આ દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં આવેલા ભાઇપુરા વોર્ડમાં‌ સ્થિત ધીરજ હાઉસીંગ બોર્ડના આશરે ૧૦,૧૯૭ ચો.વારના પ્લોટમાં પચાસથી વધુ રહેણાક અને બિનરહેણાકના પાકાં બાંધકામને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી નખાયા હતા. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આ સ્થળ પરના કુલ પાંચ પ્લોટને દબાણમુક્ત કરાયા હતા, જેમાં તંત્ર દ્વારા આગામી દિવસોમાં પાણીની ટાંકી, પાર્ટી પ્લોટ, શાળા અને આંગણવાડી બનાવવામાં આવશે.

You might also like