આ 6 ઇસ્લામી શબ્દનો વ્યાપક દુરૂપયોગ : જાણો શું છે સાચો અર્થ

અમદાવાદ : ઉર્દુ શિખવાનો પ્રયાસ કરી રહ્યા છો, કરો કોઇ ગુનો નથી. જીભનનો કડવાટ ઓછો થાય છે. પરંતુ પ્લીઝ એવુ ઉર્દુ ન બોલો કે સામેવાળી વ્યક્તિ હતપ્રભ થઇ જાય. અમુક શબ્દો એવા છે જે ખુબ જ સુંદર છે. પરંતુ જો તે બોલવામાં તમારૂ ટાઇમિંગ બગડ્યું તો ભોપાળું થઇ શકે છે. શબ્દોની આ ચાસણી તમને મુશ્કેલીમાં પણ મુકી શકે છે. સાથે સાથે બીજાના ગુસ્સાનું કારણ પણ બની શકે છે.

1. લા હોલ વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહ

જે લોકો ઉર્દુ અથવા હિન્દૂસ્તાની ભાષા બોલે છે અને તેમના પર ઉર્દુ-ફારસીનો રંગ ચડેલો હોય છે તેમના મોમાંથી ઘણી વખત તમે લાહોલ વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહના ઘણા સ્વરૂપો સાંભળ્યા હશે. લાહૌલ બિલા કૂવત, લૌહોલ બિલા કૂબત બિલ્લાહ વગેરે. પરંતુ તેનો અર્થ થાય છે આ વિશ્વમાં અલ્લાહ સિવાય કોઇ શક્તિમાન નથી. આમ તો આ અલ્લાહનાં વખાણ હતા. પરંતુ સમયાંતરે આ શબ્દ અપભ્રંશ થયો અને કોઇ કામ ખરાબ થાય, કોઇ શેતાની કામ થાય અથવા બેશર્મીની હદો ટુટી જાય ત્યારે લોકો લાહૌલ વલા શબ્દનો ઉપયોગ કરે છે.

2. અસ્તગ ફિરુલ્લાહ
જ્યારે મુસલમાન અલ્લાહ પાસે પોતાની ભુલો અને ગુનાઓની માફી માંગે છે તો તે કહે છે કે અસ્તગ ફિરુલ્લાહ. એટલે કે હે અલ્લાહ મને માફ કરી દો. જો કે તેમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે શબ્દ છે તો માફી માંગવા માટે પરંતુ લોકો તેનો ઉપયોગ બીજાની ભુલો માટે કરે છે. કહેશે અસ્તગ ફિરુલ્લાહહહહહહ બહેન તમે હિજાબથી તમારા સમગ્ર વાળને કવર નથી કર્યા
રમજાનમાં ગીત ગાતા હોય છે છે અસ્તગ ફિરુલ્લાહ, અસ્તગ ફિરુલ્લાહ

3. સુબહાન અલ્લાહ
કોઇ સુંદર વસ્તુ જોઇને મો માંથી સુબહાન અલ્લાહ નિકળી પડે છે. આનો ઉપયોગ ખુદાના કુદરતના વખાણ કરવા માટે થાય છે. જેમ કે સુબહાન અલ્લાહ શુ સુંદર ચહેરો છે. હવે કોઇ ગંદી હરકત કરીને કોઇ સુબહાન અલ્લાહના કરી દઇશ.કારણ કે મારો એક મિત્ર તે સમયે કહી બેઠો હતો, જ્યારે મે તેને જણાવ્યું, અમ્મીની તબીયત ખુબ ખરાબ હતી.એટલા માટે તારો ફોન રિસીવ ન કર્યો. તો દોસ્તનું રિએક્શન હતું ઓહ્હ સુબહાન અલ્લાહ, હવે કેમ છે આંટીને ?

subhan allah

4.માશાલ્લાહ
માશાલ્લાહનો કિસ્સો પણ બિલ્કુલ સુબહાન અલ્લાહ જેવો જ છે. માશાલ્લાહનો અર્થ અલ્લાહ શુ ઇચ્છે છે તેવો થાતય છે. તેનો ઉપયોગ ખુશી વ્યક્ત કરવા માટે થાય છે. ખુદાનો આભાર વ્યક્ત કરવા માટે થાય છે. જેમ કે તમે કહો કે મે કુરાન વાંચી લીધુ તો તેનો જવાબ સાંભળનાર વ્યક્તિ કહે છે કે, માશાઅલ્લાહ.અથવા કોઇને બાળક પેદા થાય તો કહેવાય છે કે માશાઅલ્લાહ શુભકાનાઓ.

mashallaha

5. ઇંશાલ્લાહ
તેનો અર્થ થાય છે, જે અલ્લાહ ઇચ્છે. જ્યારે કાંઇ પણ ફ્યુચરમાં કરવાની વાત હોય છે તો કહેવામાં આવે છે કે ઇંશાલ્લાહ હું કરી લઇશ.એટલે કે અલ્લાહ ઇચ્છશે તો હું કરીશ. પરંતુ થાય છે શું. જ્યારે ઘરમાં લગ્ન હોય છે તો યુવતીનો પરિવાર કહેતા સંભળાય છે કે ઇંશાલ્લાહ ઘણુ દહેજ મળશે. હવે શું કોઇ તેમને પુછશે કે અલ્લાહ દહેજ ઇચ્છે છે. હવે તમને સમજી ચુક્યા હશો કે ઇંશાલ્લાહનોઉપયોગ ક્યાં કરવો જોઇએ.

inshallah

6. અલ્લાહુ અકબર
આ શબ્દ તમે ઘણી વખત સાંભળ્યો હશે. મસ્જિદોના લાઉડ સ્પીકરમાંથી આ શબ્દો આવતા હોય છે. પરંતુ કેટલીક વખત એવું થાય છેકે જ્યારો કોઇ આ શબ્દોનો ઉપયોગ કરે તો તેના સામે લોકો તાકવા લાગે છે. પરિસ્થિતી એકદમ બદલાઇ જાય છે.આવુ આતંકવાદીઓ દ્વારા વારંવાર આ શબ્દના ઉપયોગનાં કારણે થાય છે. ઘણી ફિલ્મોમાં પણ કોઇ હૂમલો કરતા પહેલા આતંકવાદી આ શબ્દનો ઉપયોગ કરતા હોય છે. જો કે આ શબ્દનો સાચો અર્થ થાય છે અલ્લાહ મહાન છે. પરંતુ અફસોસની બાબત છે કે આ શબ્દને આતંકવાદની સાથે જોડી દેવામાં આવે છે, જ્યારે આ અલ્લાહનો વખાણ કરતો એક શબ્દ છે.

You might also like