માલ્યા કેસમાં યોગ્ય સમયે પુરાવા નહી પહોંચતા થઇ ભારતની ફજેતી

નવી દિલ્હી : ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાને મંગળવારે બ્રિટનની વેસ્ટમિસ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે માલ્યાને 4 ડિસેમ્બર સુધીનાં જામીન મંજુર રાખ્યા હતા. આ મુદ્દે આગામી સુનવણી 6 જુલાઇએ થશે. માલ્યાએ કહ્યું હતું કે મારે કાંઇ પણ નથી કહેવું. હૂં તમામ આરોપોને ફગાવું છે. હું કોઇ પણ કોર્ટમાંથી ભાગ્યો નથી. મારી પાસે કોર્ટમાં મારો પક્ષ મુકવા અને સાબિત કરવા માટે પુરતા પુરાવા છે.

સમાચાર છે કે ભારત સરકાર તરફથી માલ્યાનાં પ્રત્યાર્પણનાં પુરાવા હજી સુધી નથી પહોંચ્યા. જેનાં કારણે કોર્ટ તરફતી ભારત મજાક ઉડાવવામાં આવી હતી. ભારતનાં વકીલે તેમને જણાવ્યું કે હજી સુધી અમારા પુરાવા રજુ કરવા માટે 4-6 અઠવાડીયાની જરૂર છે. ત્યાર બાદ જજ એમા અર્બુથનોટે કહ્યું કે, શું સામાન્ય રીતે ભારતીયો જલ્દી પ્રતિક્રિયા આપે છે ? અત્યાર સુધીનો લોકો 6 મહિના લઇ ચુક્યા છો અને 6 મહિનામાં તમે જરા પણ આગળ વધી નથી શક્યા.

એખ બ્રીટિશ મીડિયા પર્સને પુછ્યું કે તમારા અરબો પાઉન્ડનું શુ થશે તો માલ્યાએ કહ્યું કે તમે અરબો પાઉન્ડનાં સપના જુઓ છો કારણ કે તમારી પારે સવાલને જસ્ટિફાઇ કરવા માટે ફેક્ટ્સ નથી માટે સવાલ ન પુછશો. જ્યારે માલ્યાને પુછવામાં આવ્યું કે બ્રિટનમાં ઘર કેવા છે, તેમણે કહ્યું કે હું આજે અહીં નથી આવ્યો, 1992થી રહી રહ્યો છું. શું તમે બેંક લોનને કિંગફિશર એરલાઇન માટે ડાયવર્ટ કર્યા હતા તો આ અંગે માલ્યાએ કહ્યું કે કોઇ લોન ડાયવર્ટ કરવામાં નથી આવી.

You might also like