રાજ્યમાં મામલતદારની સામૂહિક કરાઇ બદલી-બઢતી

ગાંધીનગરઃ રાજયમાં મામલતદારની સામૂહિક બદલી કરવામાં આવી છે. 107 મામલતદારની બદલી કરાઇ છે. અને 227 નાયબ મામલતદારને મામલતદાર તરકી બઢતી આપવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારીની મંજૂરી બાદ બદલી અને બઢતી કરવામાં આવી છે.

ગુજરાત સરકારના મહેસુલ વિભાગે નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી અટવાયેલ બઢતી બદલીના આદેશો અંતે પૂર્ણ થયા છે. આ સમગ્ર પ્રક્રિયા 1-2 દિવસની અંદર થાય તેવી માહિતીઓ મળી રહી છે.

મામલતદારોથી સર્જાય રહેલી અછતો હવે નહીં રહે. નજીકના સમયમાં ખાલી મામલતદારની જગ્યાઓ ભરી દેવામાં આવશે અને જીપીએસસી પરીક્ષા પાસ કરેલ હશે તેને 100 જેટલા મામલતદારોમાં સીધી ભરતી કરાવમાં આવશે.

http://sambhaavnews.com/

You might also like