ઇન્ડોનેશિયામાં હવે વેશ્યાવૃત્તિ પર લાગશે પ્રતિબંધ

જકાર્તા: દુનિયા સૌથી મોટી મુસ્લિમ વસ્તીવાળા દેશ ઇન્ડોનેશિયામાં સરકારે વેશ્યાવૃતિ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવા માટે આ વિસ્તારોને 2019 સુધી બંધ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

જકાર્તા પોસ્ટે દેશના સામાજિક મામલાઓના મંત્રી ખોફિફાહ ઇંદર પરવંશના હવાલેથી જણાવ્યું હતું કે સરકારે 2019 સુધી દેશમાંથી વેશ્યાવૃતિને સંપૂર્ણ પણે ખતમ કરવાના હેતુંથી આવા વિસ્તારોને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

પરવંશે કહ્યું હતું કે સરકારે અત્યાર સુધી વેશ્યાલયોવાળા 68 વિસ્તારોને બંધ કરાવ્યા છે અને આગામી ત્રણ વર્ષોમાં આવા 100 વેશ્યાલયોને બંધ કરાવવામાં આવશે. ઇન્ડોનેશિયામાં વેશ્યાવૃત્તિ ગેરાકાનૂની થયા બાદ ત્યાંના ઘણા શહેરોમાં તેને મોટાપાયે ટેકો આપવામાં આવતો હતો.

જકાર્તાના ગવર્નરે શહેરાના ઉત્તરી ભાગોમાં ફૂલીફાલી રહેલા વેશ્યાવૃત્તિના એક મહત્વપૂર્ણ કેન્દ્રોને બંધ કરવાની કવાયદ શરૂ કરી દીધી છે. આ પહેલાં 2014માં ઇન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરબાયાના મેયરે શહેરમાં આવા વિસ્તારોને બંધ કરાવ્યા, તેને દક્ષિણ એશિયામાં વેશ્યાવૃતિનું સૌથી મોટું કેન્દ્ર ગણવામાં આવતું હતું.

You might also like