બેન્ક અને મેટલ સેક્ટરના શેરમાં પ્રોફિટ બુકિંગ

અમદાવાદ: આજે શેરબજારમાં પ્રોફિટ બુકિંગની ચાલ નોંધાઈ હતી. બીએસઇ સેન્સેક્સ ૮૧ પોઇન્ટને ઘટાડે ૩૪,૩૪૫, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૧ પોઇન્ટને ઘટાડે ૧૦,૫૪૩ પોઇન્ટની સપાટીએ જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ વેચવાલી જોવા મળી છે. યુએસમાં બોન્ડ યીલ્ડ વધતાં વૈશ્વિક શેરબજારમાં ઘટાડાની ચાલ નોંધાઇ હતી.

આજે શરૂઆતે બેન્ક અને મેટલ સેક્ટરના શેરમાં જોરદાર વેચવાલી નોંધાઇ હતી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૦.૧૦ ટકા, જ્યારે મેટલ ઇન્ડેક્સમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો, જોકે આઇટી ઇન્ડેક્સમાં ૨.૨૧ ટકાનો ઉછાળો નોંધાયો હતો. બેન્ક નિફ્ટી આજે શરૂઆતે ૧૫૩ પોઇન્ટ તૂટી ૨૪,૯૭૨ની સપાટીએ જોવા મળી હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ક્રૂડમાં ઊંચા ભાવના કારણે શેરબજારનું સેન્ટિમેન્ટ બગડ્યું છે.

જોકે ટીસીએસ કંપનીએ ગઇકાલે જાહેર કરેલ પરિણામમાં ૧ઃ૧ બોનસ આપતાં ટીસીએસ સહિત મોટા ભાગની કંપનીઓના શેરમાં મજબૂત સુધારાની ચાલ જોવા મળી છે. રૂપિયાના ઘટાડાના કારણે પણ આઇટી કંપનીના શેરને સપોર્ટ મળ્યો છે અને તેથી આજે શરૂઆતે મોટા ભાગની આઇટી કંપનીના શેરમાં પોઝિટિવ ચાલ જોવા મળી છે.

You might also like